Advanced search


Asian Women Cancer Group-2

Asian Women Cancer Group-2

The Age of Bhaarat.--1

The Age of Bhaarat.--1

સુરતમાં 26થી વધુ ટેક્સટાઇલ માર

સુરત શહેર પર ત્રાટકેલા 13 ઈંચ અનરાધાર વરસાદ અને ખાડી પૂરની સૌથી મોટી અને ઘાતક અસરો કાપડઉદ્યોગ પર જોવા મળી. વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતા સુરતના ટેક્સટાઇલ સેક્ટરને આ વરસાદી આફતે રીતસર ઘૂંટણિયે લાવી દીધો છે. પ્રારંભિક અંદાજો અને વેપારી સંગઠનોના જણાવ્યા અનુસાર શહેરની 26થી વધુ પ્રમુખ ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પૂરનાં પાણીમાં ડૂબી જતાં અંદાજે રૂ. 200 કરોડ કરતાં વધુનું આર્થિક નુકસાન થયું છે. કરોડો રૂપિયાના તૈયાર અને કાચા કાપડના તાંકા પાણીમાં ગરકાવ થઈ જતાં વેપારીઓની આંખોમાં આંસુ વહી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજીને મહત્ત્વના કરારો કર્યા હોવાની જાહેરાત કરી. બંને દેશો વચ્ચે યુરોનિયમ સપ્લાય, LNG સપ્લાય તેમજ સંરક્ષણ તથા સૈન્ય સહયોગ અંગે મહત્ત્વના કરાર કરાયા.

There is an old legal maxim that justice delayed is justice denied. It is quoted so often that it risks becoming a cliché. Yet clichés usually survive because they contain an uncomfortable truth.Few people understand that truth better than Subash Mahajan, an 80-year-old British-based Non-Resident Indian who happens to be my father-in-law. 

TRP ગેમઝોન કેસમાં 5 ઓફિસર ઘરભેગા...

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશનની સુનાવણી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખુલાસો કરાયો. સરકારી વકીલે ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે, અગ્નિકાંડ અંગેની આંતરિક વિભાગીય તપાસ પૂર્ણ થયા બાદ બેદરકાર અને કસૂરવાર અધિકારીઓ સામે ગુજરાત સિવિલ સર્વિસ નિયમો હેઠળ કડક અને ઐતિહાસિક શિસ્તભંગનાં પગલાં લેવાયાં છે.

ભાવનગર ભાજપના 3 ચોપડી ભણેલા સં

જિલ્લાના ફરિયાદકા ગામના બે પિતરાઈ ભાઈઓ યોગેશ ધામેચા અને સંજય ધામેચાએ 20 ટકા વળતરની લાલચ આપી શેરબજારમાં રોકાણના નામે સિદસર, ફરિયાદકા અને ચિત્રાના 6 યુવકો સાથે રૂ. 93 લાખની ઠગાઈ આચરી હતી. પરંતુ આ આંકડો હવે રૂ. 300થી 400 કરોડને પાર જવાની શક્યતા છે. પોલીસની તપાસમાં જણાયું છે કે, આરોપી યોગેશ ધામેચા ભાજપનો સંગઠન મંત્રી છે.

અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસ-વેન...

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી 3 મહિનામાં શરૂ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના નેશનલ હાઇવેનાં કામોની સમીક્ષા બેઠકમાં આ જાહેરાત કરી હતી. આ એક્સપ્રેસ-વે શરૂ થતાં અમદાવાદથી ભાવનગર માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે, જે હાલ 4 કલાકનો સમય થાય છે.

ટાન્ઝાનિયાના મોહમ્મદ દેવજી ગ્રેફાઈટ માઈનિંગમાં $275 મિલિયન રોકશે

વિશ્વના દેશો ઈલેક્ટ્રિક વાહનો માટે આવશ્યક ક્રિટિકલ મિનરલ્સના પુરવઠો હાંસલ કરવા હોડ લગાવી રહ્યા છે ત્યારે ટાન્ઝાનિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મોહમ્મદ દેવજીનું MeTLગ્રૂપ આગળ જતાં સૌથી વધુ માગ સર્જાશે તેવી ખનિજ ગ્રેફાઈટના માઈનિંગમાં 275 મિલિયન ડોલર રોકવા તૈયાર થયું છે. આગામી 18 મહિનામાં ગ્રેફાઈટનું કોમર્શિયલ ઉત્પાદન થવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે દેવજીએ કેન્યામાં 17 બિલિયન ડોલરના ખર્ચે રિફાઈનરી ઉભી કરવા અલિકો ડાન્ગોટેની યોજનામાં પણ 100 મિલિયન ડોલર રોકાણની ઈચ્છા દર્શાવી છે.