વડોદરાના આજવા ખાતે બનશે હાઈટેક ‘વાઈલ્ડ લાઈફ સફારી પાર્ક’ 15/07/2026 5:34 am Badal Lakhlani મહાનગરપાલિકા દ્વારા શહેરના પૂર્વ કોરિડોરમાં ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટૂરિઝમ સર્કિટના ભાગરૂપે આજવા વાઇલ્ડ લાઇફ સફારીપાર્કનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટને મંજૂરી મળી જતાં આગામી દોઢ-બે વર્ષમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ જશે.
માંજલપુર બેઠક પર ભાજપે સ્થાનિક સતિષ પટેલને ટિકિટ આપી 15/07/2026 5:32 am Badal Lakhlani માંજલપુર વિધાનસભાની બેઠક પર ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ પેટાચૂંટણી યોજાવાની છે, જેમાં સ્થાનિક અને પાટીદારને જ ટિકિટની માગ વચ્ચે ભાજપ મોવડીમંડળે પાટીદાર ચહેરા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. છાણીના સતિષ પટેલને માંજલપુર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
સાઉથ આફ્રિકન દેખાવકારોએ વિદેશી માઈગ્રન્ટ્સને ઘરમાંથી બહાર કાઢ્યા 14/07/2026 1:16 pm Achyut Sanghavi ઈમિગ્રેશનવિરોધી સાઉથ આફ્રિકન્સ જૂથોએ જોહાનિસબર્ગમાં રહેતા વિદેશીઓને તેમના ઘરમાંથી પકડી પોલીસને સુપરત કર્યા હતા. જોહાનિસબર્ગના એલેકઝાન્ડ્રા ટાઉનશિપમાં દેખાવકારો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ છુપાયેલા હોવાનું માનવા સાથે બારણા તોડી ઘરમાં ઘૂસી જતા દેખાયા હતા. દેખાવોના કારણે કોમ્યુનિટીઓમાં ડર ફેલાયો છે અને કેટલાક દેશો સાથે સંબંધોમાં પણ તણાવ આવ્યો છે.
કેન્યા, ટાન્ઝાનિયામાં દેખાવો દબાવવા ભારે પોલીસ બંદોબસ્ત 14/07/2026 1:23 pm Achyut Sanghavi ઈસ્ટ આફ્રિકન પડોશી દેશો માટે 7 જુલાઈ મંગળવાર વિશેષ દિવસ હોવા સાથે કેન્યા અને ટાન્ઝાનિયામાં વિરોધી દેખાવોને દબાવવા ભારે પોલીસ બંદોબસ્ત કરાયો હતો. કેન્યા માટે આ દિવસ બહુપક્ષીય લોકશાહી માટે 1990ના દાયકાના સંઘર્ષને મનાવવાનો દિવસ છે, જ્યારે ટાન્ઝાનિયા માટે વર્તમાન શાસક પક્ષની 72 વર્ષ અગાઉ કરાયેલી સ્થાપનાનો દિવસ છે.
ઝિમ્બાબ્વેના પ્રેસિડેન્ટે પોતાની મુદત વધારી 14/07/2026 1:20 pm Achyut Sanghavi ઝિમ્બાબ્વેના 83 વર્ષીય પ્રેસિડેન્ટ એમર્સન એમનાન્ગાગ્વાએ પ્રેસિડેન્ટની ડાયરેક્ટ ચૂંટણી રદ કરતા, આગામી ચૂંટણી મોડી કરતા અને પોતાની હોદ્દાની મુદત વધારતા બંધારણીય સુધારા પર હસ્તાક્ષર કરી તેને કાયદાનું સ્વરૂપ આપી દીધું છે. પ્રેસિડેન્ટ એમનાન્ગાગ્વાએ અગાઉ, 2028માં તેમની બીજી અને આખરી મુદત પૂર્ણ થવા સાથે હોદ્દાનો ત્યાગ કરવાની બાહેંધરી આપી હતી. જોકે, બંધારણીય સુધારા સાથે તેઓ હવે 2030 સુધી હોદ્દા પર રહી શકશે.
ભક્તોના આંગણે જગન્નાથજી 15/07/2026 4:51 am Badal Lakhlani અમદાવાદના અસ્મિતા પર્વ સમાન અમદાવાદ જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા અંતર્ગત 14 જુલાઈથી વિવિધ ધાર્મિક અને વૈદિક વિધિનો ભક્તિસભર પ્રારંભ થયો. મંગળવારે પ્રથમ દિવસે વહેલી સવારે 6 વાગ્યે ત્રણેય મૂર્તિની ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા બાદ નેત્રોત્સવ વિધિ કરાઈ હતી. આ વખતે ભગવાન ગુલાબી મખમલના રજવાડી વાઘામાં નગરચર્યાએ નીકળશે, જેના અગ્રભાગે 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા અને 18 ભજનમંડળી રહેશે. સાધુસંતો-ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસી ભાઈ રથ ખેંચશે.
કાશી, મથુરા, સંભલ મંદિર-મસ્જિદ વિવાદ 15/07/2026 5:36 am Nilesh Parmar ઉત્તર પ્રદેશનાં ત્રણ મંદિર-મસ્જિદ વિવાદોને લઈને હિંદુ અને મુસ્લિમ પક્ષકારોએ દેશની સર્વોચ્ચ અદાલતનો મધ્યસ્થીનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ ત્રણેય વિવાદ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ અને સંભલની શાહી જામા મસ્જિદ સાથે સંકળાયેલા છે.સુપ્રીમ કોર્ટે આ મામલાઓના શાંતિપૂર્ણ સમાધાન માટે ‘સમાધાન સમારોહ 2026’ પહેલ હેઠળ પત્ર મોકલીને મધ્યસ્થીનો પ્રસ્તાવ આપ્યો હતો. સાથે સાથે જ કોર્ટે બંને પક્ષકારો પાસેથી આ મુદ્દે સંમતિ માંગી હતી. જોકે, કોઈપણ પક્ષે આ માટે સંમતિ આપવાનો ઇનકાર કરી દઇને કેસ લડવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કેર, 12 બાળકનાં મોત 15/07/2026 4:54 am Badal Lakhlani ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાઇરસનો આતંક જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ જીવલેણ વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી છે.
અમદાવાદમાં વૃક્ષારોપણનો વિશ્વવિક્રમ 15/07/2026 4:52 am Badal Lakhlani કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના ભાડજમાં 91 હજાર વારના મ્યુનિ. પ્લોટ પર પર્યાવરણ સંરક્ષણનો નવો ઇતિહાસ રચાયો. ‘મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ’ અંતર્ગત 25 હજારથી વધુ સ્વયંસેવકો, મ્યુનિ. સ્ટાફ અને વિવિધ સંસ્થાઓએ સાથે મળીને મિયાવાકી પદ્ધતિથી માત્ર એક કલાકમાં 3.61 લાખ વૃક્ષો રોપી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદનું નામ અંકિત કર્યું છે.