Advanced search


ડિજિટલ યુગમાં જ્યાં મેસેજ મિલીસેકન્ડ્સમાં પહોંચી જાય છે, ત્યાં જર્મનીના સ્પ્રીવાલ્ડ વિસ્તારમાં આજે પણ જૂની પદ્ધતિ પર ભરોસો બરકરાર છે. આ વિસ્તારમાં એક અનોખી પોસ્ટ સર્વિસ ચાલી રહી છે, જે છેલ્લા 129 વર્ષથી બોટ દ્વારા પત્રો પહોંચાડે છે. વસંત ઋતુની શરૂઆત સાથે આ ઐતિહાસિક પોસ્ટકાન સર્વિસસ ફરીથી શરૂ થઈ છે.

હૈદરાબાદ ભારતના પ્રખ્યાત માઇક્રો આર્ટિસ્ટ અજય કુમાર મત્તેવાડાએ કલાના એક અદભુત નમૂનાનું સર્જન કર્યું છે. તેમણે કપડાં સીવવાની સોયના નાકા (કાણા)ની અંદર ભારતના મહાન વૈજ્ઞાનિકો ભૌતિકશાસ્ત્રી ડો. સી.વી. રમણ, ભારતીય અવકાશ કાર્યક્રમના પિતામહ ડો. વિક્રમ સારાભાઈ અને મિસાઇલમેન ડો. એ.પી.જે અબ્દુલ કલામના અતિ સૂક્ષ્મ (મિનીએચર) શિલ્પો બનાવ્યા છે. 

બ્રિટનના પ્રખ્યાત બાગાયતદાર ખેડૂત ગ્રેહામ બેરેટે કૃષિ ક્ષેત્રે ફરી એકવાર અદભુત સિદ્ધિ હાસલ કરીને બે નવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેમણે પોતાના ખેતરમાં દુનિયાનું સૌથી વજનદાર લસણ ઉગાડવામાં સફળતા મેળવી છે, જેનું વજન અંદાજે 1.75 કિલોગ્રામ નોંધાયું છે. સામાન્ય લસણની સરખામણીએ આ કદ અને વજન ખરેખર આશ્ચર્યજનક છે.