Advanced search


trump coin

trump coin

pgp1

pgp1

મલબેરીઃ પોષણનો ખજાનો છે આંગળી

અંગ્રેજીમાં મલબેરી તે ગુજરાતીમાં શેતૂર. શેતૂરીનું આ ફળ કદમાં તો આંગળીના વેઢાં જેવડું હોય છે, પણ આયર્ન, વિટામિન સી, ફાઇબર અને એન્ટી ઓક્સીડન્ટસનો ખજાનો જ જોઇ લો. પોષક તત્વોથી ભરપુર શેતુરનું સેવન શરીર માટે અનેક પ્રકારે ગુણકારી છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધે છે, પાચનક્રિયા સુધરે છે, વજન નિયંત્રણમાં રાખે છે, હાડકાંને મજબૂત કરે છે, લીવરની કામગીરી સુચારુ બને છે અને આંખની રોશની વધારવામાં પણ તે મદદ કરે છે. અને હા, ગરમીના દિવસોની વાત કરીએ તો ઉનાળામાં તેનું સેવન શરીરને ઠંડક પણ પ્રદાન કરે છે.

ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્

આદિકાળથી ભારતવર્ષમાં અષાઢી પૂનમ (આ વર્ષે 29 જુલાઇ)ના રોજ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ જ દિવસે મહામુનિ વેદવ્યાસજીનો પ્રાગટ્ય દિન હોવાથી ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે.

હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે સાંસદો, રાજદ્વારીઓ અને બ્રિટિશ-ભારતીય સમુદાયના અગ્રણીઓ બાપજી તરીકે જાણીતા મારવાડ-જોધપુરના મહારાજા ગજસિંહ દ્વિતીયના જીવન અને લોકસેવાને બિરદાવવા માટે એકત્રિત થયા હતા.

સરકાર દ્વારા 16 અને 17 વર્ષના સગીરો માટે ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા નાઇટ કર્ફ્યુ લાગુ કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નવી યોજના અંતર્ગત સંબંધિત વયજૂથના યુઝર્સ માટે મધ્યરાત્રિથી સવારના 6 કલાક સુધી સોશિયલ મીડિયા એક્સેસ બંધ કરવા માટે ડિફોલ્ટ સેટિંગ્સ દાખલ કરાશે.

નવ વર્ષ સુધી પોસ્ટલ કૌભાંડ ચલાવી દ્વારા મિલિયનો પાઉન્ડની સંપત્તિ અને વૈભવી કાર વસાવનાર 64 વર્ષીય નરિન્દર સંધુને રોયલ મેઈલ 5 મિલિયન પાઉન્ડથી વધુની રકમ પરત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને વધુ જેલની સજા ભોગવવી પડશે.

હેરો વિસ્તારમાં રવિવાર 12 જુલાઇના રોજ સાંજના 6.30 કલાકની આસપાસ એક વ્યક્તિ પર હિંસક હુમલો કરી, તેમને બેભાન કરીને આશરે 10 હજાર પાઉન્ડની કિંમતના સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. 

250મા સ્વાતંત્ર્ય દિનના સ્મારક

અમેરિકાએ ગયા પખવાડિયે જ ચોથી જુલાઇએ સ્વતંત્રતા મેળવ્યાના 250 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે અમેરિકી સરકારે એક ડોલરનો 24 કેરેટ સોનાનો સ્મારક સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી છે. નાણાં પ્રધાન સ્કોટ બેસેન્ટે સિક્કાની તસવીર શેર કરીને જણાવ્યું કે સ્વતંત્રતાના વારસા અને દેશભક્તિના પ્રતીકના માનમાં આ સિક્કો બહાર પડાશે. તેના પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર છે.

સંસ્થા સમાચાર (અંક 25 જુલાઇ 2026)...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...