• યુગાન્ડાના સાંસદોને Shs300 મિલિયન કાર ગ્રાન્ટ 29/07/2026 6:38 am Achyut Sanghavi યુગાન્ડા પાર્લામેન્ટના દરેક સભ્યોને કાર ગ્રાન્ટ તરીકે 300 મિલિયન શિલિંગ્સની રકમ આપવામાં આવી છે. જોકે, આમાં વિવાદ એ થયો છે કે સાંસદોએ વધુ રકમની માગણી કરતા કહ્યું છે કે મંજૂર કરાયેલી રકમ અપાઈ નથી. એક્સ-ઓફિસિયો સભ્યો સહિત તમામ સાંસદોના બેન્કખાતામાં આ રકમ સીધી જમા કરવામાં આવી છે. પાર્લામેન્ટરી કમિશને 550થી વધુ દરેક સાંસદ માટે 315 મિલિયન શિલિંગ્સનું બજેટ મંજૂર કર્યું હતું. દેખીતી રીતે જ સાંસદદીઠ 15 મિલિયન શિલિંગ્સની રકમ ઓછી મળી છે. આ મુદ્દે પાર્લામેન્ટના અધિકારીઓ પાસેથી ખુલાસો મંગાયો છે. પાર્લામેન્ટે કાર ગ્રાન્ટ તરીકે મંજૂર રકમ અને ચૂકવાયેલી રકમ વચ્ચે તફાવત મુદ્દે સત્તાવાર ખુલાસો રજૂ કર્યો નથી.
હીટવેવથી આ ચાર ગંભીર સમસ્યા થઇ શકે છે 25/07/2026 9:37 am Nilesh Parmar આ વર્ષે આકાશ આકરી ગરમી વરસાવી રહ્યું છે. અતિશય ગરમી અને હીટવેવ માત્ર અસ્વસ્થતા જ નહીં પરંતુ શરીર માટે ગંભીર ખતરો પણ ઉભો કરી શકે છે. તીવ્ર ગરમીમાં લાંબા સમય સુધી રહેવાથી ડિહાઈડ્રેશન, હીટસ્ટ્રોક, કિડનીને નુકસાન અને શ્વસન સમસ્યાઓનું જોખમ વધે છે. શરીર પરસેવા દ્વારા જ્યારે પોતાને ઠંડુ કરવામાં અસમર્થ હોય છે, ત્યારે શરીરનું તાપમાન ઝડપથી વધે છે. આવી પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ અવયવોને અસર થઈ શકે છે.
યુકે દ્વારા કેન્યામાં લશ્કરી ટ્રેનિંગ કવાયત રદ કરી દેવાઈ 29/07/2026 6:41 am Achyut Sanghavi કેન્યા સરકાર દ્વારા લાઈસન્સ નહિ અપાતા બ્રિટને કેન્યામાં યોજાતી તેની વાર્ષિક મિલિટરી ટ્રેનિંગ રદ કરી દીધી છે. કેન્યામાં નાઈરોબીથી 200 કિલોમીટર ઉત્તરે બ્રિટિશ આર્મી ટ્રેનિંગ યુનિટ કેન્યા (BATUK)નું કાયમી થાણું છે.
લાંબો સમય બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે 25/07/2026 9:40 am Nilesh Parmar ઓફિસમાં કલાકો સુધી સતત ખુરશી પર બેસીને કામ કરવું હવે માત્ર કમર કે ગરદનના દુખાવા પૂરતું જ સીમિત નથી રહ્યું. નવા અભ્યાસ અનુસાર, એક વખતમાં 30 મિનિટથી વધુ સમય સુધી સતત બેસી રહેવાની આદત કેન્સરથી મૃત્યુના વધેલા જોખમ સાથે સંકળાયેલી હોઈ શકે છે.
ક્રિમિનલ ગેંગ્સ પર તૂટી પડવા કેન્યા સરકારનો આદેશ 29/07/2026 6:44 am Achyut Sanghavi કેન્યાના ઈન્ટિરીઅર કેબિનેટ સેક્રેટરી કિપ્ચુમ્બા મુર્કોમેને દેશની ક્રિમિનલ ગેંગ્સ પર તૂટી પડવા પોલીસ અને ડિટેક્ટિવ્ઝને આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ગુંડાઓ સામે કડક પગલાં લેવા રાષ્ટ્રીય સહમતિ સધાઈ છે. તેમણે કહ્યું હતું કે અપરાધની સમસ્યાને રાજકીય કારણોસર વધારીને કહેવાઈ છે.