દાનચોરી કેસમાં નવી SIT બે અઠવાડિયામાં રિપોર્ટ સોંપે: SC 29/07/2026 5:20 am Badal Lakhlani અયોધ્યા રામમંદિર દાનચોરી કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ. CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા દલીલો કરાઈ હતી. રાજ્ય સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નવી સીટની રચના કરાઈ છે. જેમાં લખનઉ રેન્જના પોલીસવડા IG કિરણ એસ. ને સીટનાં વડા બનાવાયા છે.
દુબઈ-મુંબઈ ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ 29/07/2026 4:58 am Badal Lakhlani દુબઈથી મુંબઈ જતી IGO1452 (A320) ફ્લાઈટના કાર્ગોમાં એકાએક સ્મોક ડિટેક્ટ થતાં તુરંત ઇમર્જન્સી કોલ જાહેર કરી મેડે કોલ અપાતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ સમયે પાઇલટે સમયસૂચકતાં દાખવી ફ્લાઇટને રાજકોટ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું હતું, જ્યાં તમામ 185 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બરને ઉતારી ચેકિંગ શરૂ કરાયું હતું. એરપોર્ટ પર મેજર કોલ જાહેર થતાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કલેક્ટર સાથે વાતચીત કરી મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે અંગે સૂચન કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વંદે માતરમને રાષ્ટ્રગીતનો દરજ્જોઃ અપમાન કર્યું તો જેલની સજા થશે 29/07/2026 5:07 am Badal Lakhlani કેન્દ્ર સરકારે રાજ્યસભામાં રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ કાયદામાં સુધારો કરતું બિલ રજૂ કર્યું છે. આ બિલમાં એવી જોગવાઈ છે કે રાષ્ટ્રગીત વંદે માતરમને રાષ્ટ્રગીત જેવો જ દરજ્જો મળશે. તેથી જાહેરમાં વંદે માતરમનું ગાન કરતી વખતે જે કોઈપણ વ્યક્તિ તેનું અપમાન કરશે તેને સજા થશે.
બાંગ્લાદેશના શાહબુદ્દીન સામે ભ્રષ્ટાચારની તપાસ થશે 29/07/2026 5:17 am Badal Lakhlani બાંગ્લાદેશમાં બે દિવસ પહેલાં રાજીનામું આપનારા પૂર્વ રાષ્ટ્રપતિ મોહંમદ શહાબુદ્દીન સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરાશે અને તે પછી કાર્યવાહી પણ કરાશે એમ કાયદામંત્રી મોહંમદ અસદુઝમાને જણાવ્યું હતું. સત્તા પરથી હટાવાયેલાં વડાંપ્રધાન શેખ હસીનાના સહયોગી 76 વર્ષીય શાહબુદ્દીને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ટાંકીને તેમનો કાર્યકાળ પૂરો થવાના બે વર્ષ અગાઉ શુક્રવારે રાજીનામું આપ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બુખારેસ્ટ યુનિ.એ માનદ ડોક્ટરેટ ડિગ્રી પ્રદાન કરી 29/07/2026 5:19 am Badal Lakhlani રોમાનિયા પ્રવાસે ગયેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બુખારેસ્ટની બુખારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીસ દ્વારા માનદ ડોક્ટરેટ ડિગ્રી પ્રદાન કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મૂએ સમગ્ર ભારત તરફથી રોમાનિયાનો આભાર માન્યો હતો.
હેરો સ્કૂલના વિદ્યાર્થીઓએ ચેરિટી માટે નાણા એકત્ર કર્યા 29/07/2026 7:06 am Achyut Sanghavi હેરોની માઉન્ટ સ્ટેવર્ટ જુનિયર સ્કૂલના ધોરણ 6ના વિદ્યાર્થીઓએ શાળાના વાર્ષિક એન્ટરપ્રાઈઝ પ્રોજેક્ટ મારફત બાળકોની ચેરિટી ‘રિયાઝ રેઈનબો’ માટે 2000 પાઉન્ડ એકત્ર કર્યા છે. શાળાના જ એક વિદ્યાર્થીની કઝિન રિયા હિરાણીના સ્મરણાર્થે સ્થપાયેલી આ ચેરિટી ગંભીર બીમારીઓ ધરાવતા બાળકો અને શોકગ્રસ્ત પરિવારોને સપોર્ટ કરે છે.
પાલનપુરમાં રોટરી ક્લબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ 29/07/2026 5:00 am Badal Lakhlani રોટરી ક્લબ-પાલનપુર પ્રેરિત, આરસીસી સિનિયર સિટીઝન્સ ક્લબ-પાલનપુર દ્વારા ભૂતેડી ગામના હરહર ગંગેશ્વર મહાદેવ પરિસર ખાતે 21 જુલાઈએ 100 વૃક્ષનું અને છોડનું વાવેતર કરાયું.
અનંતનાગમાં આતંકી હુમલોઃ પોલીસ જવાન શહીદ 29/07/2026 5:22 am Badal Lakhlani જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી પ્રથમ આતંકી હુમલો થયો છે. બુધવારે અનંતનાગના લાલચોકના હુમલામાં અમરનાથ યાત્રાની સુરક્ષામાં તહેનાત હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી શહીદ થયા છે.