Advanced search


Dr Bhavesh Parekh installed as President of Jain Doctors Federation Ahmedabad

Dr Bhavesh Parekh installed as President of Jain Doctors Federation Ahmedabad

Acharya Shree Yashovijaysuriswarji Maharaj Saheb.

Acharya Shree Yashovijaysuriswarji Maharaj Saheb.

એકસાથે ચાર ‘હમશકલ’ બાળકીનો જન

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ પ્રાંતની રોયલ બ્રિસબેન એન્ડ વિમેન્સ હોસ્પિટલમાં એક મહિલાએ એકસરખો ચહેરો ધરાવતી ચાર બાળકીને જન્મ આપતાં તેની પ્રસુતિ કરાવનારા ડોક્ટરો ચોંકી ગયા છે. તેમનું કહેવું છે કે પ્રસુતિના લગભગ દોઢ કરોડ કિસ્સામાંથી એકાદ કિસ્સામાં આવું બનતું હોય છે. આ અત્યંત દુર્લભ બાબત છે. ચાર બાળકીઓને જન્મ આપનારી મહિલાની ઉંમર 34 વર્ષ છે અને તેનું નામ જેનિટર સાઉ નાઆમોઆના છે.

ડો. ભાવેશ પારેખે જૈન ડોક્ટર્સ ફેડરેશનના પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો

જૈન ડોક્ટર્સ ફેડરેશન (JDF) અમદાવાદ દ્વારા રવિવાર 26 જુલાઈ 2026ના રોજ શ્રી જૈન વિશા ઓશવાલ ક્લબ ખાતે તેની નવી એક્ઝિક્યુટિવ સમિતિનો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો. ડો. ભાવેશભાઈ બી. પારેખે ફેડરેશનના પ્રમુખ અને ડો. દેવેન ઝવેરીએ સેક્રેટરી તરીકે 2026-2029ની ટર્મ માટે સત્તાવારપણે કાર્યભાર સંભાળી લીધો હતો. આચાર્ય શ્રી યશોવિજયસૂરિશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય ઉપસ્થિતિ અને આશીર્વાદ સાથે સમારંભ યોજાયો હતો.

 ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં આ સપ્તાહે ચોથા હીટવેવનો પ્રકોપ જોવા મળશે. મે અને જૂન મહિનાઓ અને જુલાઈના મધ્યમાં વિક્રમજનક ગરમીના તરખાટ પછી તાપમાન ફરી 35 ડીગ્રી સેલ્સિયસના આંકડે પહોંચવાની શક્યતા છે. મેટ ઓફિસના પ્રોવિઝનલ ડેટા અનુસાર આ મહિનાનું તાપમાન સરેરાશથી 3 ડીગ્રી સેલ્સિયસ વધુ છે અને સધર્ન ઈંગ્લેન્ડમાં મહિનાના સરેરાશ વરસાદનો માત્ર એક ટકો વરસાદ થયો છે. કુલ 33 મિલિયન ઘર માટે હોઝપાઈપ પ્રતિબંધ લાગુ પડશે અને વેલ્સના વિસ્તારોમાં દુકાળ જાહેર કરી દેવાયો છે.

કાઉન્સિલો દ્વારા ખર્ચ ઘટાડવાની કવાયતના ભાગરૂપે કેર હોમ્સના 80-90 વર્ષના રહેવાસીઓને ખસેડી સસ્તી ફેસિલિટીઝમાં મોકલાઈ રહ્યા છે જ્યાં તેમની જરૂરિયાતો પૂર્ણ થતી નથી.

Vinubhai Nakarja matter2a

Vinubhai Nakarja matter2a

Morari Bapu1

Morari Bapu1

Bharoda2a

Bharoda2a

ભરોડાવાસીઓ દ્વારા લંડનમાં સમ

બ્રિટનમાં વસતાં ભરોડાવાસીઓને એકતાંતણે બાંધતા સામાજિક સંગઠન ભરોડા ઇન યુકે ગ્રૂપ દ્વારા રવિવારે લંડનના બરહામ પાર્કમાં સમર ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. ચરોતર વિદ્યા મંડળ (CVM)ના ચેરમેન તથા વણસોલ 27 પાટીદાર સમાજના પ્રમુખ ભીખુભાઇ બી. પટેલના મુખ્ય મહેમાનપદે બરહામ કોમ્યુનિટી હોલામાં યોજાયેલા આ રંગારંગ સમર કાર્યક્રમમાં ભરોડાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના વિવિધ વર્ગો દ્વારા શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપનાર ભીખુભાઇનું અંતરના ઉમળકાથી સન્માન કરાયું હતું.