વિનુભાઇ નકારજાને 80મા જન્મદિને શુભાશિષથી પોંખતું અનુપમ મિશન 29/07/2026 6:26 am Nilesh Parmar નિસ્વાર્થ સેવા અને સમર્પણનું પ્રતીક વિનુભાઇ નકારજાના 80મા જન્મદિન પ્રસંગે અનુપમ મિશન ડેનહામ ખાતે ઉષ્માપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વક્તાઓએ વિનુભાઇના જીવન-કવનને બિરદાવતા કહ્યું હતું કે છેલ્લા 48 વર્ષથી અનુપમ મિશન-યુકેના પ્રમુખ તરીકે જે નિષ્ઠા, અને દૃઢતા સાથે દુરંદેશીપૂર્ણ નેતૃત્વ પૂરું પાડ્યું છે તે અનુપમ મિશનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી અમૂલ્ય સેવા છે. ઉલ્લેખનીય છે કે આજે યુકેમાં અનુપમ મિશન જે મજબૂત પાયા પર ઊભું છે, તેની પાછળ વિનુભાઇનો અવિરત પરિશ્રમ, ત્યાગ અને અખૂટ પ્રેમનો સિંહફાળો છે.
અનુપમ મિશન ડેનહામમાં સાહેબદાદાના સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી 29/07/2026 6:27 am Nilesh Parmar અનુપમ મિશન - ડેનહામ ખાતે પરમ પૂજ્ય સંત ભગવંત સાહેબદાદાની નિશ્રામાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. પ્રારંભે શ્રી ઠાકોરજી મહારાજ, સંત ભગવંત સાહેબદાદા, સદગુરુ અશ્વિનદાદા તથા પૂજ્ય સાધુ હિંમતદાસજીનું પૂજન અને પુષ્પહાર અર્પણ કરીને ગુરુવંદના કરાઇ હતી.આ પ્રસંગે સતીશભાઈ ચતવાણીએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે મહાપુરુષો દ્વારા મંદિર, ક્રેમેટોરિયમ, કેન્ટીન જેવા અશક્ય લાગતા પ્રોજેક્ટ્સ ભૌતિક નિર્માણ માટે નહીં, પણ ભક્તોના હૃદયમાં અડગ શ્રદ્ધા, સમર્પણ, ભગવાન સર્વ કર્તાહર્તા છે તેવો દૃઢ વિશ્વાસ પ્રગટાવવા હાથ ધરાય છે. ગુરુકૃપાથી અજ્ઞાનનો અંધકાર દૂર થઈ દિવ્ય જ્ઞાનનો પ્રકાશ પ્રસરે છે ને ભગવાનની અવિરત રક્ષાનો અનુભવ થાય છે.
એસેક્સની આગમાં 20 ફાયરફાઈટર્સને ઈજા 29/07/2026 8:05 am Achyut Sanghavi એસેક્સમાં ઈસ્ટ હેનિંગફિલ્ડની ઈન્ડસ્ટ્રિયલ સાઈટ પર જોરદાર વિસ્ફોટ સાથે લાગેલી આગથી ઓછામાં ઓછાં 20 ફાયરફાઈટર્સને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, ત્રણ ફાયર એન્જિનો નાશ પામ્યા છે અને બે ઈમર્જન્સી કાર પણ બળી ગઈ છે. પ્રચંડ આગને ઓલવવા 100થી વધુ ફાયરફાઈટર્સને કામે લગાવાયા હતા. આ વિસ્ફોટનો અવાજ 15 માઈલ દૂર સાઉધેન્ડમાં સંભળાયો હતો. આગ હવે કાબુમાં લેવાઈ છે.
અર્થનો અનર્થ ન થાય, સાર્થક થાય એ જ સાચુ ધન: પૂ. મોરારીબાપુ 29/07/2026 6:29 am Nilesh Parmar દક્ષિણ આફ્રિકાના કેન્યામાં કેરિયોની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા’માં પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે આપણા સનાતન ધર્મમાં જીવન જીવવાની બધી જ ચાવીઓ દર્શાવાઇ છે. એમાં અર્થોપાજન એટલે કે ધન-પૈસા કમાવવાની પણ હિમાયત છે.