Advanced search


isro

isro

BAPS-Sarangpur-

BAPS-Sarangpur-

વરિષ્ઠ વિજ્ઞાનીઓની ‘ઇસરો’ને

ભારતની ટોચની અવકાશ સંશોધન સંસ્થાન ‘ઇસરો’માં અનુભવી વૈજ્ઞાનિકોના રાજીનામાની હારમાળાએ ખળભળાટ સર્જ્યો છે. એક રિપોર્ટ મુજબ, છેલ્લા એક જ વર્ષમાં 100થી 120 વૈજ્ઞાનિકોએ ‘ઇસરો’ છોડી પ્રાઇવેટ કંપનીઓનો રસ્તો પકડ્યો છે. રાજીનામું આપનારા વૈજ્ઞાનિકોમાં ખૂબ જ મહત્ત્વના પ્રોજેક્ટ્સના ડાયરેક્ટર્સનો પણ સમાવેશ થાય છે. સરકાર પણ આ અહેવાલ બાદ સફાળી જાગી છે, અને રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સને થતું નુકસાન રોકવા હવે વૈજ્ઞાનિકોના રાજીનામાને સરળતાથી મંજૂરી ન આપવાનો આદેશ કર્યો છે.

પીસી ભીમ વેકરિયા યુએસ કેપિટોલ દ્વારા સન્માનિત પ્રથમ બિન અમેરિકી પોલીસ અધિકારી

દુનિયાભરમાં શહીદ થયેલા પોલીસ અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારોને સહયોગ આપવાની અતૂટ પ્રતિબદ્ધતા બદલ લંડન મેટ્રોપોલિટન પોલીસના પીસી ભીમ વેકરિયાને યુએસ કેપિટોલ ખાતે અભૂતપૂર્વ બહુમાન પ્રાપ્ત થયું છે.

NCGO UKના સભ્યોની ડો. મનસુખભાઈ માંડવિયા સાથે મુલાકાત

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO UK) યુકેના સભ્યોએ ભારતના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને સ્પોર્ટ્સ મંત્રાલયના પ્રધાન ડો. મનસુખભાઈ માંડવિયા સાથે તાજ હોટેલ, સેન્ટ જેમ્સ‘સ પાર્ક ખાતે મુલાકાત યોજી હતી. ડો. માંડવિયા કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપવા ગ્લાસગો આવ્યા છે. આ મીટિંગ NCGO UKના પ્રેસિડેન્ટ વિમલજીભાઈ ઓડેદરાના પ્રયાસોથી શક્ય બની હતી. આ મીટિંગથી કોમ્યુનિટીના પ્રતિનિધિઓને મિનિસ્ટર માંડવિયા સાથે વાતચીત અને આપસી રસની બાબતોની ચર્ચા કરવાની તક સાંપડી હતી. પ્રતિનિધિમંડળે ડો. માંડવિયાને ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો હતો અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને તમામ સફળતાની શુભેચ્છા પાઠવી હતી તેમજ દેશની રમતગમતની સિદ્ધિઓ માટે ભારતીય ડાયસ્પોરાના સતત સપોર્ટનો પુનરુચ્ચાર કર્યો હતો.

વડાપ્રધાન એન્ડી બર્નહામે દેશની જેલોમાં ગીચતા ઘટાડવા માટે શરૂ કરાયેલી કેદીઓની સમય પહેલાં મુક્તિની યોજના પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. પોલીસ કોન્સ્ટેબલ એન્ડ્રુ હાર્પરની હત્યાના ગુનેગારોને મુક્ત કરવાની શક્યતા સામે ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યુકેમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે વિદેશી વિદ્યાર્થીઓની અરજીઓમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. યુનિવર્સિટીઝ એન્ડ કોલેજિઝ એડમિશન સર્વિસના તાજેતરના આંકડા અનુસાર, આંતરરાષ્ટ્રીય અરજદારોમાં ચીન બાદ ભારત બીજો સૌથી મોટો સ્ત્રોત બનીને ઉભરી આવ્યો છે.

ભારતમાં રૂ. 10 અને 20ની ચલણી નોટ પ

ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ને ફીલ્ડ ટ્રાયલ માટે રૂ. 10 અને 20ની એક-એક અબજ, કુલ 2 અબજ પ્લાસ્ટિક (પોલિમર) બેન્ક નોટ જારી કરવાની મંજૂરી આપી છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં જવાબમાં આ માહિતી આપી હતી. 

પૂ. મહંત સ્વામી મહારાજનું સાળં...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ છેલ્લા કેટલાક સમયથી બોટાદ તાલુકાના સાળંગપુરમાં વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રાતઃ પૂજા વેળા શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજના ચરણોમાં પુષ્પ પધરાવતા સ્વામીશ્રી.  

plastic

plastic