Kinnari Patel, a journey of heart, courage and purpose 29/07/2026 9:39 am Kaushal Dabhi Kinnari’s story is not simply a story of business success or awards. It is a story of courage, sacrifice, determination, and the quiet strength that comes from believing in a better future.
પીછેહઠ કરવી તે હંમેશાં શરણાગતિ નથી 29/07/2026 9:59 am Vikram Nayak પરીક્ષા ગેરરીતિઓ સંદર્ભે તાજેતરના વિદ્યાર્થીઓનો વિરોધ નિશ્ચિતપણે ભારતીય રાજકીય ફલકમાં સૌથી નજીકથી નિહાળાતા ઘટનાક્રમોમાં એક બની ગયો છે. પરીક્ષાના પેપર કથિતપણે લીક થવા, પારદર્શિતા અને રોજગારની તકો બાબતે વિદ્યાર્થીઓ દ્વારા ચિંતાની સાચી અભિવ્યક્તિ ધીરે ધીરે રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગઈ, જેણે રાજકીય ધ્યાન આકર્ષવા સાથે મીડિયામાં ખૂબ કવરેજ અને વ્યાપક ચર્ચા ઉભાં કર્યાં છે.
એરિઝોનાની ડેમોક્રેટિક પ્રાયમરીમાં ભારતીય ડોક્ટર અમીષ શાહનો વિજય 29/07/2026 9:43 am Achyut Sanghavi ભારતીય મૂળના પૂર્વ એરિઝોના સ્ટેટ લો મેકર અમીષ શાહે બુધવારે એરિઝોનાના ફર્સ્ટ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ માટેની ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આગામી નવેમ્બરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં હવે તેમનો સામનો રિપબ્લિકન ઉમેદવાર જય ફીલી સામે થશે. આ એક એવી મહત્વપૂર્ણ બેઠક છે જેના પરિણામો યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના નિયંત્રણને નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. શાહે રિપબ્લિકનમાંથી ડેમોક્રેટ બનેલા માર્લેન ગેલન વૂડ્સને પરાજિત કર્યા હતા. ડૉ. અમીષ શાહ ફિઝિશિયન છે. તેમનો જન્મ અને ઉછેર શિકાગોમાં થયો હતો. તેમના માતા-પિતા 1960ના દાયકામાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે ભારતથી અમેરિકા આવ્યા હતા.
ડો. નિક કોટેચા OBE DL યુનિવર્સિટી ઓફ લેસ્ટરના નવા પ્રો-ચાન્સેલરપદે નિયુક્ત 29/07/2026 9:49 am Achyut Sanghavi યુનિવર્સિટી ઓફ લેસ્ટર દ્વારા સાયન્ટિસ્ટ, એન્ટ્રેપ્રીન્યોર અને ફીલાન્થ્રોપિસ્ટ ડો. નિક કોટેચા OBE DLને તેના નવા પ્રો-ચાન્સેલર (Enterprise) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1 સપ્ટેમ્બર 2026થી આ માનદ પોઝિશન સંભાળશે. યુનિવર્સિટીઓ આર્થિક વૃદ્ધિને વધારવા અને પ્રાદેશિક સમૃદ્ધિને સપોર્ટ કરવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે ત્યારે ડો. નિક કોટેચાની નિયુક્તિ બિઝનેસ, ઈનોવેશન અને એન્ટ્રેપ્રીન્યોરશિપ સાથે યુનિવર્સિટીની કામગીરીને મજબૂત બનાવશે.
વિનુભાઇ નકારજાને 80મા જન્મદિને શુભાશિષથી પોંખતું અનુપમ મિશન 29/07/2026 6:26 am Nilesh Parmar નિસ્વાર્થ સેવા અને સમર્પણનું પ્રતીક વિનુભાઇ નકારજાના 80મા જન્મદિન પ્રસંગે અનુપમ મિશન ડેનહામ ખાતે ઉષ્માપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વક્તાઓએ વિનુભાઇના જીવન-કવનને બિરદાવતા કહ્યું હતું કે છેલ્લા 48 વર્ષથી અનુપમ મિશન-યુકેના પ્રમુખ તરીકે જે નિષ્ઠા, અને દૃઢતા સાથે દુરંદેશીપૂર્ણ નેતૃત્વ પૂરું પાડ્યું છે તે અનુપમ મિશનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી અમૂલ્ય સેવા છે. ઉલ્લેખનીય છે કે આજે યુકેમાં અનુપમ મિશન જે મજબૂત પાયા પર ઊભું છે, તેની પાછળ વિનુભાઇનો અવિરત પરિશ્રમ, ત્યાગ અને અખૂટ પ્રેમનો સિંહફાળો છે.