માત્ર ભોજન નહીં, સ્ટ્રેસ અને દારૂ પણ બેલી ફેટ વધારે છે 07/08/2026 6:45 am Nilesh Parmar ઘણીવાર આપણે બહાર નીકળેલા પેટ માટે કસરત અથવા આહારને દોષી ઠેરવીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે પેટની ચરબી (બેલી ફેટ)ના વિવિધ પ્રકારો હોય છે અને દરેકનું કારણ સાવ અલગ અલગ હોય છે? ક્યારેક તે તણાવને કારણે થાય છે, ક્યારેક હોર્મોનલ ફેરફારોને કારણે તો ક્યારેક તે કોઈ રોગની નિશાની પણ હોઈ શકે છે. વિખ્યાત હેલ્થ જર્નલ ‘ધ લેન્સેટ’ના તાજેતરના અભ્યાસ મુજબ, 40 ટકા ભારતીય મહિલાઓ અને 12 ટકા ભારતીય પુરુષો પેટની વધારાની ચરબીથી પીડાય છે. મતલબ કે તેમની કમર અને પેટ પર વધારાની ચરબી એકઠી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આજે આપણે પેટની ચરબીના પ્રકારો અને તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો જાણીએ...
આ સંકેત દર્શાવે છે કે તમારે વધુ પાણી પીવાની જરૂર છે 07/08/2026 6:46 am Nilesh Parmar શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોય તો સમસ્યાઓ શરૂ થઈ જાય છે - ખાસ તો ઉનાળાના દિવસોમાં. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી ન પીવામાં આવે તો ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઊણપ સર્જાય છે. મોટાભાગે ડિહાઈડ્રેશન ઉનાળામાં થાય છે પરંતુ ઋતુ કોઈ પણ હોય શરીરની પાણીની જરૂરિયાતો પૂરી થાય તે જરૂરી છે. શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો કોઈ ગંભીર સમસ્યાના નથી હોતા, પરંતુ આ લક્ષણો દ્વારા શરીર સંકેત આપે છે કે તમે ઓછું પાણી પી રહ્યા છો. જો સમયસર આ સંકેતોને સમજીને તમે પૂરતા પ્રમાણમાં પાણી પીવાની શરૂઆત કરી દેશો તો સ્થિતિ નોર્મલ થઈ જશે.