Advanced search


દરેક હેન્ડલૂમ સિલ્ક સાડી સાથે...

વિદ્યા બાલને આઠમી ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે ભારતીય હસ્તકળાની પરંપરા અને વસમૃદ્ધ કારીગરોની અદભૂત કળાને સલામ કરી છે. સાડીઓ પ્રત્યેના પોતાનાં પ્રેમ અને ભારતીય હેન્ડલૂમને સતત પ્રોત્સાહન આપવા માટે જાણીતી વિદ્યા બાલને સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કરીને દેશના હસ્તકારીગરોના યોગદાનને બિરદાવ્યું છે.

jd-vance-and-pm-narendra-modi-11

jd-vance-and-pm-narendra-modi-11

mohan bhagwat

mohan bhagwat

East African Passports

East African Passports

Tanzania President Samia Suluhu Hassan and Uganda President Yoweri Museveni - File Photo

Tanzania President Samia Suluhu Hassan and Uganda President Yoweri Museveni - File Photo

PM MODI ON FOREIGN TOUR

PM MODI ON FOREIGN TOUR

અમેરિકામાં નોકરી ગુમાવનારા વ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા કાર્યકાળમાં ઈમિગ્રન્ટ્સ પર એક પછી એક આકરા પગલાં લઇ રહ્યા છે, અને આ સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ટ્રમ્પ તંત્રે હવે હાઇલી સ્કિલ્ડ વિદેશી કર્મચારીઓ - કે જેમાં ભારતીયો બહુમતીમાં હોય છે તેમના - માટે નોકરી છૂટતાંની સાથે જ દેશ છોડવો પડે તેવી સ્થિતિ ઊભી કરવાની તૈયારી હાથ ધરી છે.

ચોમાસા બાદ મધ્યપ્રદેશથી ચાર ચ

કચ્છના બન્ની ખાતેના ચિત્તા સંવર્ધન કેન્દ્રમાં ચોમાસા બાદ 4 ચિત્તા મોકલવાનું નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી-એનટીસીએના સૂત્રોએ કમિટમેન્ટ આપ્યું છે. જો કે રાજ્યનો વન વિભાગ સપ્ટેમ્બર બાદ 4થી 6 ચિત્તા આવવાની અપેક્ષા રાખી રહ્યો છે. આ ચિત્તા મધ્યપ્રદેશના કુનો-પાલનપુર અભયારણ્ય ખાતેથી જ આવશે એ પણ સ્પષ્ટ થયું છે.

કચ્છના રણમાં ઉત્ખનનઃ ધોળાવીર

કચ્છના રણમાં પ્રાચીન માનવ સભ્યતા ધરબાયેલી છે અને તેના અવશેષો સમયાંતરે ઉત્ખનનમાં બહાર આવે છે. હાલ ચાલી રહેલા સંશોધનમાં પાકિસ્તાન સરહદ નજીક, પ્રાચીન માનવ વસાહતના પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. હાલમાં આ સ્થળને કામચલાઉ રીતે ‘બરબાદપુર’ નામ અપાયું છે. ઉત્ખનન દરમિયાન સંશોધકોને એક જ દિશામાં વ્યવસ્થિત રીતે દફનાવાયેલાં 100થી વધુ માનવ હાડપિંજરો મળ્યાં હોવાનું સંશોધક ટીમના સૂત્રોનું કહેવું છે. આ ઉપરાંત ટેરાકોટાની વસ્તુઓ, માટીનાં વાસણો, દીવા, તાંબાના સિક્કા, રમકડાં અને બાંધકામના અવશેષો પણ પ્રાપ્ત થયાં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

હિટ વેવની ગરમીમાં ઠંડા ઠંડા કૂલ કૂલ

હિટવેવથી તોબા પોકારી ગયેલા બ્રિટનવાસીઓ માટે જાપાનથી તન-મનને ઠંડા ઠંડા કુલ કુલ કરી દે તેવા સમાચાર આવ્યા છે. જાપાને ‘હ્યુમન ફ્રીજ’ નામનું મશીન વિકસાવ્યું છે. ગરમીથી બચવા લોકો સામાન્ય રીતે એસી, કૂલર અને પંખાનો ઉપયોગ કરે છે, પરંતુ જાપાને હવે તેનાથી પણ એક પગલું આગળ વધી ગયું છે. આ કોઈ મજાક નથી, પરંતુ હકીકત છે. માન્યામાં ન આવતું હોય તો જોઇ લો ફોટો.... આ એક એવું મશીન છે જેમાં વ્યક્તિ પોતે અંદર ઊભો રહીને થોડા જ મિનિટોમાં શરીરને ઠંડકનો અહેસાસ કરાવી શકે છે.