Advanced search


ઝામ્બીઆમાં પ્રેસિડેન્ટ હિશિલેમાએ બીજી વખત સત્તા હાંસલ કરી

ઝામ્બીઆમાં ગુરુવાર 13 ઓગસ્ટે યોજાએલી પ્રમુખપદની ચૂંટણીમાં સાતમી વખત ચૂંટણી લડી રહેલા વર્તમાન પ્રેસિડેન્ટ હાકાઈન્ડે હિશિલેમાએ 60 ટકા મત સાથે બીજી ટર્મ હાંસલ કરી છે ત્યારે મુખ્ય સ્પર્ધક બ્રિઆન મુન્ડુબાઈલે 38 ટકા મત સાથે જોરદાર ટક્કર આપી હતી. પ્રમુખપદ ઉપરાંત નેશનલ એસેમ્બલીની 280 બેઠક માટે પણ મતદાન કરાયું હતું.

ખંભાતના વટાદરા-વત્રા ગામની સી

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા અને વત્રા ગામની સીમ વિસ્તારમાં કથિત રીતે ઝેરી ગેસ છોડાતાં હાહાકાર મચી ગયો છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ ગેસના કારણે આસપાસના જનજીવન, પશુ-પક્ષીઓ તેમજ ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઘટનામાં અંદાજે 200 જેટલાં જંગલી બબલર પક્ષીનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે.

રૂ. 5 કરોડની ખંડણી માટે કે.પી. સ્

સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રહેતા કે.પી. સ્વામીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 5 કરોડની ખંડણી માગવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. કે.પી. સ્વામીની ફરિયાદના આધારે ઘોઘા રોડ પોલીસે મહિલા, તેના ડોક્ટર પતિ અને સાળા સામે ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકોમાં ત્રણેયને ઝડપી લીધા હતા.

ભૂતિયા ડિમોલિશનઃ હાઇકોર્ટની

 ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાત્રે તાત્કાલિક અસરથી આઈએએસ અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરીને તેમને સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગરના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.

રશિયાએ ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને યુક્રેન સાથેની સંપત્તિઓના વિવાદના એક કેસમાં પોતાના મધ્યસ્થી તરીકે પસંદ કર્યા છે. વાસ્તવમાં યુક્રેનની સરકારી માલિકીની ઓસ્ચાદ બેન્કે ડોનેસ્ક, લુહાંસ્ક અને જાપોરિજિયામાં સંપત્તિઓને લઈને કેસ દાખલ કર્યો છે.

a level result1

a level result1

Lakshmi Mittal's plant in Ukraine

Lakshmi Mittal's plant in Ukraine

યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, રશિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીના વતન ક્રાયવી રિહમાં ભારતીય મૂળના અબજોપતિ લક્ષ્મી મિત્તલના આર્સેલર મિત્તલ માઈનિંગ એન્ડ મેટલર્જિકલ કોમ્પ્લેક્સ પર મિસાઈલ હુમલો કર્યો હતો. યુક્રેનના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ સ્ટીલ યુનિટ પર થયેલા હુમલામાં બે લોકો માર્યા ગયા અને 14 કામદારો ઘાયલ થયા. મુખ્ય પાવર અને બ્લાસ્ટ-ફર્નેસ કામગીરીને નુકસાન થયા બાદ ફેક્ટરીમાં ઉત્પાદન આંશિક રીતે બંધ કરવામાં આવ્યું હતું.

મોરારિબાપુ અને ચિત્રકૂટધામના...

એમની રામકથાઓમાં મોરારિબાપુ કહેતા રહે છે કે, ‘રામકથા કેવળ વચનાત્મક ન બનવી જોઈએ, રામકથા રચનાત્મક પણ બનવી જોઈએ.’ આ સૂત્રને ચરિતાર્થ કરવું હોય તેમ બાપુ દ્વારા અને શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી લોકોપયોગી કર્યો થતાં રહે છે. બાપુનાં કેન્દ્રમાં સમાજની છેવાડાની વ્યક્તિ રહે છે. જે વંચિત છે, જે અસક્ષમ છે,

કુમકુમ મંદિરના સંતો દ્વારા લે

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદના સંતો ઇંગ્લેન્ડ ખાતે સત્સંગ પ્રચાર કરી રહ્યા છે. તેના ઉપક્રમે ગુરુ મુક્તજીવન સ્વામીબાપાના ચરણોથી પાવન થયેલી લેક ડિસ્ટ્રીક્ટ - વિન્ડરમેરની ભૂમિ ઉપર સત્સંગ સભા યોજવામાં આવી હતી