અમેરિકી ટીનેજર બન્યો વિશ્વનો સૌથી નાની વયનો પ્રોફેસર 14/08/2026 8:23 am Nilesh Parmar આમ તો 18 વર્ષની ઉંમરે ટીનેજર કોલેજના પ્રથમ કે બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય છે, પરંતુ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના નાથન થોમસે આ જ ઉંમરે એક અદ્ભુત ઇતિહાસ રચી દીધો છે. નાથન માત્ર 18 વર્ષ 346 દિવસની વયે માયામી ડેડ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાઈને વિશ્વના સૌથી નાની વયના પુરુષ-પ્રોફેસર બનવાનું બહુમાન મેળવ્યું છે.
ભારતે LoC પર સ્ક્રીન લગાવી PoK પ્રદર્શન લાઇવ બતાવતાં પાકિસ્તાન અકળાયું 19/08/2026 7:23 am Badal Lakhlani એલઓસી પર ભારતે પાકિસ્તાનની બર્બરતા પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના રહેવાસીઓને બતાવવા હવે ડિજિટલ મોરચો ખોલ્યો છે. ભારતીય સેનાએ કાશ્મીરના કેરન સેક્ટરમાં ઝીરો લાઇનથી 75 મીટર દૂર એક વિશાળ એલઇડી સ્ક્રીન લગાવી છે. આ સ્ક્રીન પર પીઓકેમાં ચાલતાં પ્રદર્શનો અને પ્રદર્શનકારીઓ પર થતા અત્યાચારના વીડિયો બતાવાયા.
હોર્મુઝ નાકાબંધીમાં ઓમાન વચ્ચે પડ્યું તો બોમ્બમારો કરીશું: ટ્રમ્પ 19/08/2026 7:19 am Badal Lakhlani અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનને ધમકી આપી છે કે જો તે હોર્મુઝની ખાડીમાં ઈરાની જહાજો સામે અમેરિકા દ્વારા લદાયેલી નાકાબંધીમાં અવરોધ ઊભો કરશે તો અમેરિકા ભયંકર બોમ્બમારો કરશે. એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે ઓમાન અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો સંદર્ભે કહ્યું કે, જો ઓમાન વચ્ચે આવશે તો અમે તેના પર જોરદાર બોમ્બમારો કરીશું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાને શરણાગતિનો સફેદ ઝંડો ફરકાવવો જોઈએ. મારો કોઈ સમય-નિર્ધારિત કાર્યક્રમ નથી.
યુએઈ-બહેરીનના રાજાની મુલાકાત અને ગ્રેટર ઈઝરાયલનો પ્લાન 19/08/2026 7:18 am Badal Lakhlani યુએઈના પ્રેસિડેન્ટ અને બેહરીનના રાજાની અબુધાબીમાં મુલાકાત થઈ. આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે ગ્રેટર ઈઝરાયલ વિશે ચર્ચા થઈ રહી છે. અનેક રિપોર્ટ્સમાં કહેવાયું છે કે, ઈઝરાયલના પીએમ ગ્રેટર ઈઝરાયલ પ્લાન પર કામ કરી રહ્યા છે. આ ગ્રેટર ઈઝરાયલની અંદર મોટાભાગનું અરબ વર્લ્ડ સમાઈ જાય છે. તેમણે શરૂઆત પેલેસ્ટાઈનના મોટાભાગ-ગાઝા પર કબજો જમાવીને કરી. લેબેનોનના પણ અનેક વિસ્તારોમાં ઈઝરાયલનો કબજો છે.
તા. 22 ઓગસ્ટ 2026થી 28 ઓગસ્ટ 2026 સુધી 13/08/2026 5:34 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન. . .
ડીસામાં સાકાર થશે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ ઝૂ 19/08/2026 6:22 am Badal Lakhlani સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)એ બનાસકાંઠાના જૂના ડીસા ખાતે વિકસાવાઈ રહેલા મહત્ત્વાકાંક્ષી ‘ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી’ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ આશરે 103 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેની અંદાજિત કિંમત રૂ. 542.14 કરોડ છે. ગુજરાત વનવિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વન્યજીવ સંરક્ષણની સાથે સાથે ઇકો-ટૂરિઝમને પણ વેગ આપવાનો છે. જૂના ડીસા ખાતે બનનારો આ પ્રોજેક્ટ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા મુજબ તૈયાર કરાયો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સમાચાર સત્તાવાર રીતે જાહેર કર્યા છે.
યુક્રેનમાં આવેલો લક્ષ્મી મિત્તલનો પ્લાન્ટ રશિયાનો ટાર્ગેટ બન્યો 19/08/2026 7:15 am Badal Lakhlani યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, રશિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીના વતન ક્રાયવી રિહમાં ભારતીય મૂળના અબજોપતિ લક્ષ્મી મિત્તલના આર્સેલર મિત્તલ માઈનિંગ એન્ડ મેટલર્જિકલ કોમ્પ્લેક્સ પર મિસાઈલ હુમલો કર્યો હતો. યુક્રેનના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ સ્ટીલ યુનિટ પર થયેલા હુમલામાં બે લોકો માર્યા ગયા અને 14 કામદારો ઘાયલ થયા. મુખ્ય પાવર અને બ્લાસ્ટ-ફર્નેસ કામગીરીને નુકસાન થયા બાદ ફેક્ટરીમાં ઉત્પાદન આંશિક રીતે બંધ કરવામાં આવ્યું હતું.
લાલકિલ્લા બોમ્બ વિસ્ફોટમાં અલ કાયદાનો હાથ હતોઃ UN રિપોર્ટ 19/08/2026 7:10 am Badal Lakhlani 10 નવેમ્બર 2025માં લાલકિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે યુએન દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, આ હુમલા પાછળ અલકાયદા સાથે સંકળાયેલા સંગઠનનો હાથ હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના 38મા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.