Advanced search


LCBએ બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી પારડીની હિંદવા ડ્રીમ્સના ગોડાઉનમાં બનતા નકલી ઘીના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. સ્થળ પર હાજર ફેક્ટરી માલિક અંકિત મોદીની પોલીસે પૂછપરછ કરતાં ‘અનમોલ રત્ન ગાય ઘી’ના નામે પામ ઓઈલ,  વનસ્પતિ, સોયાબીન તેલ મિશ્રણ બાદ ઘીને ગાયનું ઘી બતાવી પેકિંગ કરી વેચતો હોવાનું જણાયું હતું. કારખાનાથી રૂ. 52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

રાજ્યમાં હળવા ઝાપટા વચ્ચે સીઝનનો સરેરાશ વરસાદ 73.25 ટકા નોંધાયો છે. જો કે રાજ્યના તમામ ઝોન પૈકી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદથી સિઝનનો સરેરાશ 100 ટકા વરસાદ થઈ ગયો છે, તો કચ્છમાં અત્યાર સુધી માત્ર 29.13 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા કેટલાક વર્ષમાં સિઝનનો સો ટકા વરસાદ ઝડપથી થઈ જતો હતો ત્યાં હજુ 55.38 ટકા જ સરેરાશ વરસાદ થયો છે. બીજી તરફ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 72.26 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55.64 ટકા વરસાદ થયો છે. 

અમેરિકામાં કમાયેલા રૂ. 9.88 કરોડ રોકાણ માટે અમદાવાદ મોકલનારા નારદીપુરના યુવક સાથે મિત્રએ જ છેતરપિંડી આચરી. મોટી રેસિડેન્સી સ્કીમમાં 6 ફ્લેટ તથા જમીનમાં રોકાણ કરાવવાના બહાને અર્પિત પટેલે તેના મિત્ર મિતેશ પટેલ અને તેના ભાઈને નાણાં આપ્યાં હતાં. જો કે બંનેએ અર્પિત પટેલ સાથે છેતરપિંડી આચરતાં ફરિયાદ નોંધાવાઈ છે. 

india high

india high

ગુજરાત સરકારે યુવાનોને ઉદ્યોગની જરૂરિયાત મુજબનું કૌશલ્ય આપવા ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ (NGKRM) અંતર્ગત મોટો પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત વર્ષ 2026-’27માં એક લાખથી વધુ યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ પહેલમાં 250થી વધુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓએ ભાગીદારી માટે પ્રસ્તાવ રજૂ કર્યા છે, જેમાં L&T, ન્યૂ એજ્યુકેશન ફાઉન્ડેશન, આર્સેલર મિત્તલ ગ્રૂપ, ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ-મારુતિ સુઝુકી, ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ, બોનાન્ઝા LLP, ઈ-ખોડિયાર સોલ્યુશન્સ અને ગણપત યુનિવર્સિટી સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં દેશના યુવા ધનને સમાજ અને અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા નિભાવીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે ભારત સૌથી ઝડપે વિકાસ પામી રહેલું અર્થતંત્ર છે, છેલ્લા 12 વર્ષમાં ભારતે વિકાસની નવી ઉંચાઇ સર કરી છે.

ભારતની સંરક્ષણ કંપનીઓ પાસે રૂ....

ભારત સરકારે સંરક્ષણ ખરીદીના કુલ બજેટના 75 ટકા હિસ્સો દેશમાં ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તે મુજબ હવે દર વર્ષે લગભગ બે લાખ કરોડ રૂપિયાના લશ્કરી સાધનોની ખરીદી થઈ રહી છે, સાથે ભારતે લશ્કરી સાધનોની નિકાસ વધારી રહ્યું છે.

ન્યૂ એજ સેક્ટર્સમાં હબ બની વિક...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુએસ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આ તબક્કે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સેમિકંડક્ટર, AI, ડેટાસેન્ટર, બાયોટેક્નોલોજી જેવા ન્યૂ એજ સેક્ટર્સમાં હબ બનીને વિકસિત ભારતનો સંકલ્પ વિકસિત ગુજરાતથી સાકાર થશે. આગામી વાઇબ્રન્ટ સમિટ-2027 સંકલ્પ સિદ્ધિ માટે માટે વધુ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે. તેમણે સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાય, ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને આ સમિટમાં જોડાવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.

JVB Photos4

JVB Photos4