કચ્છના નારણપરમાં સ્વામિનારાયણ મંદિરનો શાનદાર શુભારંભ વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય જ્ઞાનયજ્ઞ મહોત્સવ યોજાયો 03/02/2016 8:38 am Kamal Rao મહેનતુ માનવીઅોની ગજબની ધરા કચ્છના ભુજ તાલુકાના નારણપર (નીચલોવાસ) ગામમાં ગત ડિસેમ્બર માસ દરમિયાન ભાઇઅોના શ્રી સ્વામિનારાયણ મંદિર અને સમાજ વાડી લેવા પટેલ હોલના શાનદાર શુભારંભ કાર્યક્રમ બાદ નોર્થ વેસ્ટ લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી નિષ્કુળાનંદ મુની કૃત નિષ્કુળાનંદ કાવ્ય મધ્યે ધીરાજાખ્યાન તથા સ્નેહ ગીતા સપ્તાહ પારાયણ ભવ્ય જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગર્વ સાથે આનંદની વાત એ હતી કે આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભુજ મંદિરના વરિષ્ઠ સંત પૂ. શ્રી ધર્મનંદન દાસજી અને સંતો સહિત મોટી સંખ્યામાં દેશ વિદેશના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.
ચોરવાડમાં ૨૫ લાખ રૂદ્રાક્ષથી વિશ્વનું સૌથી ઊંચુ શિવલિંગ બનશે 03/02/2016 8:36 am Khushali Dave ડેડેશ્વર મહાદેવ મંદિરમાં ૨૫ લાખ રૂદ્રાક્ષથી ૩૩.૩૫ ફૂટ ઊંચા વિશ્વના સૌથી ઊંચા એવા શિવલિંગનું નિર્માણ કરાશે. આ શિવલિંગ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ચુડાસમા, જલ્પાબેન ચુડાસમા, નારણભાઈ ભદ્રેશાના હસ્તે તાજેતરમાં ભૂમિપૂજન કરાયું છે. રૂદ્રાક્ષ શિવલિંગના પ્રણેતા એવા બટુકભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં કાર્યનો પ્રારંભ હતો.
સંસ્થા સમાચાર 03/02/2016 8:32 am Kamal Rao * આદ્યાશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૬-૨-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલિસા અને તા. ૭-૨-૧૬ રવિવારે બપોરે ૩થી ભજન સત્સંગ અને ભોજનનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.
કચ્છી મહિલાનું ઓસ્ટ્રેલિયામાં સન્માન 03/02/2016 8:44 am Khushali Dave ભારતીય ગણતંત્ર દિવસ અને ઓસ્ટ્રેલિયા દિવસની સંયુક્ત ઊજવણીના ઉદ્દેશથી યુનાઈટેડ ઈન્ડિયન એસોસિયેશન દ્વારા કચ્છના હરિતા મહેતાને કોમ્યુનિટી વર્કર તરીકેનું સન્માન ભારતીય રાજદૂત ડો. વિનોદ બહાડે દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું.
૧૩ વિદ્યાર્થીઓના ડૂબી જતાં મોત 03/02/2016 9:20 am Khushali Dave પુણેના કેમ્પ પરિસરની આબેદા ઈનામદાર કોલેજના ૧૧૬ વિદ્યાર્થીઓ અને ૧૨ શિક્ષકો સોમવારે સવારના પુણેથી નીકળીને રાયગઢના મુરુડ નજીકના એકદરા બીચ પર પિકનિક માટે ગયા હતા. એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ તરતા તરતા દરિયામાં આગળ જતા ગયા હતા અને ૧૩ વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. આ મૃતકોમાં ૩ યુવતીઓનો પણ સમાવેશ થાય છે.
અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલોઃ ૧૦થી વધુનાં મોત 03/02/2016 9:22 am Khushali Dave અફધાનિસ્તાનની રાજધાની કાબૂલમાં એક પોલીસ સ્ટેશન પર તાલિબાનના એક આત્મધાતી હમલાવરે હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયાં છે. આ હુમલામાં પંદરથી વધુ લોકો ધાયલ પણ થયા છે. આ વિસ્ફોટ પોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પર કરવામાં આવ્યો હતો.
ભુજ શનૈશ્વર ધામે મહિલાઓને શનિદેવ પૂજાની છૂટ જાહેર કરી 03/02/2016 8:41 am Khushali Dave મહારાષ્ટ્રમાં ભૂમાતા મહિલા સંગઠન દ્વારા શનિ શિંગણાપુર ગામે આવેલા શનિદેવના મુખ્ય સ્થાનકમાં મહિલાઓને પ્રવેશ અને પૂજાની માગ થઈ છે અને મહિલાના પ્રવેશ માટે વિવાદ વકર્યો છે ત્યારે ભુજમાં આવેલા શનૈશ્વર ધામે સ્ત્રી ભાવિકોને પૂજા-અર્ચના માટે ન્યાયના દેવતા શનિદેવ સુધી જવા દેવાની છૂટ ૨૯મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી છે.
ઝિકા વાઇરસને નાથતી વેક્સીન વિકસાવતી ભારતીય કંપની 04/02/2016 3:51 am Nilesh Parmar સમગ્ર વિશ્વ પર ખતરો સર્જનાર ઝિકા વાઇરસને નાથવા માટેની વેક્સીન વિકસાવવામાં સફળતા સાંપડ્યાનો દાવો હૈદરાબાદની ભારત બાયોટેક નામની કંપનીએ કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ - ‘હુ’)એ તાજેતરમાં જ ઝિકા વાઇરસને વૈશ્વિક ખતરો ગણાવવાની સાથોસાથ આશંકા પણ વ્યક્ત કરી હતી કે ધીરે ધીરે તે અન્ય દેશોમાં ફેલાઇ શકે છે. આમ હવે આ રસી શોધાતા થોડાઘણા અંશે રાહત થઇ શકે છે. અલબત્ત, જે રસી વિકસાવવાનો દાવો થઇ રહ્યો છે તેની અંતિમ ચકાસણી કરવાની હજુ બાકી છે. આ રસી વિકસાવનાર હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીના સીએમડી ક્રિષ્ના ઇલાએ જણાવ્યું હતું કે અમારી કંપનીએ બે પ્રકારની રસી વિકસાવી છે, જેમાંથી એકનો પ્રયોગ પ્રાણીઓ પર સફળ રહ્યો છે, અમે ઝિકા વાઇરસને નાથતી આ વેક્સીનની ગ્લોબલ પેટન્ટ પણ કરાવી છે.
Nisbah: Life is but an Adventure 01/02/2016 5:07 pm Sunetra Senior Nominated as a finalist for the 2015 MAD Blog Awards for Best Family Travel Blog, and coming highly recommended by Tots 100 - a site cataloguing the UK’s leading parenting blogs – solicitor turned professional blogger, Nisbah, has traversed more than just physical landscapes. With such a strong reception for her advice and journal blog – a.k.a The Five Adventurers, which also features husband Ashiq and their three little trekkers, Maya, Raihan and Zayn – this worldly-wise writer navigates the emotional terrain too: “It is very rewarding” she told us, “your children can learn as much from being on the go as they can rote-learning in the classroom; travel is an indispensable source of life experience. It is important not to be afraid to experiment. If you keep your mind open, and have that sense of fun and fascination, you pass on good practice to your young ones too.” Having recently filmed with the National Trust, and securing partnerships with the likes of Universal Studios and The Hotel Collection, Nisbah and her compact clutch of eager adventurers don’t just demonstrate inspiration, but establish it as a calling.