શિરડી સાંઈની દાનપેટીમાં રૂ. ૮૫ લાખના હીરા મળતાં સંસ્થાન અવઢવમાં 23/04/2016 8:03 am Khushali Dave દેશવિદેશમાં લાખો ભક્તો ધરાવતાં શિરડીના સાંઈબાબાના મંદિરમાં એક ભક્ત રૂ. ૮૫ લાખના બે હીરા દાનપેટીમાં પધરાવીને જતો રહેતાં સંસ્થાન ટ્રસ્ટ હવે સમસ્યામાં સપડાયું છે. સાંઈ ટ્રસ્ટને સમસ્યા છે કે આ હીરાનું હવે શું કરવું? કારણ કે મુંબઈ હાઈ કોર્ટના આદેશને પગલે આવી મૂલ્યવાન વસ્તુ અંગે કોઈપણ નિર્ણય લેવાની છૂટ સંસ્થાનને નથી.
ભારતીય ક્રિકેટ બોર્ડના સીઈઓ પદે રાહુલ જોહરી 23/04/2016 8:09 am Nilesh Parmar ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ મીડિયા જગતના દિગ્ગજ રાહુલ જોહરીની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. તેઓ પહેલી જૂને તેમનો હોદ્દો સંભાળશે. જોહરીને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો ૨૦ વર્ષનો બહોળો અનુભવ છે. આ પૂર્વે તેઓ ડિસ્કવરી નેટવર્ક સાથે જોડાયેલા હતા.
Kripa Joshi: Miss Moti Tells It All 11/04/2016 9:35 am Sunetra Senior “I believe anyone can be a comic artist,” Kripa, the Nepali-born illustrator of the uniquely fantastical graphic series, Miss Moti, told us. “As long as you have a story, the technique – the format of the comic layout can be learnt. Of course it also helps if you have a signature style. ” With her protagonist being the plus-size and proud Miss Moti – the widely recognised South-Asian word for ‘fat’ - and the trajectory of her amusing adventures always dissolving into a sort of delicious, dream-like drama, Kripa’s own colourful cartoons tick all the creative boxes. Whether she is floating away on a tempting candy cloud in the stairwell, or rescuing her favourite film heroine from crime on the NY streets, the message of Miss Moti is to “own your physical attributes, and to never let them hold you back.”
ટાટા સ્ટીલ-યુકેનો ૨૫ ટકા હિસ્સો લેવા બ્રિટિશ સરકાર તૈયાર 23/04/2016 7:27 am Nilesh Parmar ડેવિડ કેમરન સરકારે જાહેરાત કરી છે કે તે ટાટા સ્ટીલ-યુકેના એકમનો ૨૫ ટકા હિસ્સો લેવા તૈયાર છે અને દેવાના જંગી બોજ તળે દટાયેલી કંપનીને બચાવવા લાખો પાઉન્ડ પણ ફાળવવા વિચારે છે. આ ઉપરાંત સરકાર કંપનીને ખરીદી લે એવા ખરીદદારને પણ શોધશે. બિઝનેસ સેક્રેટરી સાજીદ જાવિદે કહ્યું હતું કે બ્રિટન અને વેલ્શ સરકાર દ્વારા નાણાકીય પેકેજ આપવા અંગે કોઇ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ટાટા સ્ટીલને કોઇ ખરીદી લે એ માટે પણ સરકાર સંભવિત ખરીદદારોના સંપર્કમાં છે.
મેં ૫૦૦થી વધુ યુવતીઓ સાથે સેક્સ માણ્યું છેઃ ટીનો બેસ્ટ 23/04/2016 8:19 am Nilesh Parmar વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર ટીનો બેસ્ટે તેની ઓટોબાયોગ્રાફીમાં સનસનાટીપૂર્ણ ખુલાસો કરતાં દાવો કર્યો છે કે તે અત્યાર સુધીમાં ૫૦૦થી ૬૫૦ મહિલાઓ સાથે સેક્સ માણી ચૂક્યો છે. ‘માઇન્ડ ધ વિન્ડોઝઃ માય સ્ટોરી’ નામની આત્મકથામાં ટીનોએ પોતાને ‘પુરુષ વેશ્યા’ ગણાવ્યો છે. આ આત્મક્થા ૨૮ એપ્રિલે પ્રકાશિત થવાની છે.