Advanced search


એજવેર સત્સંગ મંડળ દ્વારા તા. ૧૧-૨-૧૫ના રોજ સો વર્ષ પૂરા કરનાર બે સદસ્યો પૂ. ડાહીબેન જીવરાજ કરમશી શાહ તેમજ પૂ. રૂપાબેન લખમશી પેથરાજ શાહનું સન્માન કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન બેલમંટ કોમ્યુનિટી હોલ ખાતે કરાયું હતું.

ન.મો. સૂટના રૂ. ૪.૩૧ કરોડ ઉપજ્યા!

સુરતઃ આ સૂટમાં ન તો કોઇ હીરા-માણેક ટાંકવામાં આવ્યા હતા કે ન તો સોનાના દોરે તેનું સિલાઇકામ થયું હતું. છતાં આ સૂટ ૪.૩૧ કરોડ રૂપિયાની અધધધ કિંમતે વેચાયો છે. 

Lalit Lad Dt. 28-2-2015

Lalit Lad Dt. 28-2-2015

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ સંગત સેન્ટર અને લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના સહકારથી ૨૦૧૧, ૨૦૧૪ અને ૨૦૧૫માં લાગલગાટ ત્રણ વખત ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સફળ સન્માન સમારોહ બાદ હવે લેસ્ટર ખાતે શ્રી સનાતન મંદિર, લેસ્ટરના સહકારથી આગામી તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૩-૦૦થી ૭-૦૦ દરમિયાન મહાત્મા ગાંધી હોલ, શ્રી સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ, અોફ કેથેરાઇન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

બોગસ ફેઈથ હીલર મોહમ્મદ અશરફી ન...

લંડનઃ સંખ્યાબંધ લોકોને નાણાકીય રીતે બેહાલ કરી તેમની પાસેથી £૬૫૦,૦૦૦ની છેતરપીંડી આચનારા બનાવટી ફેઈથ હીલર મોહમ્મદ અશરફીને ચાર સપ્તાહની ટ્રાયલના અંતે જ્યુરીએ ૧૫ ફ્રોડ અને બ્લેકમેઈલના ગુનાસર દોષિત ઠરાવ્યા પછી લેસ્ટર ક્રાઉન કોર્ટે નવ વર્ષની જેલની સજા ફરમાવી છે. અશરફીએ સાઈબાબા પ્રેરિત શક્તિઓ હોવા ઉપરાંત, કાળો જાદુ જાણતો હોવાનું જણાવી લોકો પર ભૂરકી પાથરવા અનેક ચાલબાજી અપનાવી હતી.

ભારતના સૌથી જૂના પક્ષ કોંગ્રેસની હાલત આમ પણ સાવ કથળી હતી, અને હવે તેમના ‘યુવરાજ’ રાહુલ ગાંધી પણ પોબારા ગણી ગયા છે. પક્ષની સત્તાવાર જાહેરાત અનુસાર રાહુલ ગાંધીએ આત્મનિરીક્ષણ માટે થોડોક સમય માગ્યો હોવાથી તેમને કેટલાક અઠવાડિયાની રજા આપવામાં આવી છે. 

વહેમનું કોઇ ઓસડ નથી ને અંધશ્રદ્ધાનો આધાર નથી

વડીલો સહિત સહુ વાચક મિત્રો, નાની-મોટી વિવિધ પ્રકારની આધિ, વ્યાધિ કે ઉપાધિ અવારનવાર માનવમાત્ર અનુભવતો હોય છે. આરોગ્ય, આયુષ્ય, પરિવાર, આર્થિક હાલત, સંતાન  સંબંધિત સમસ્યા કે પછી પ્રિયજનો સાથે આત્મીયતાના મુદ્દે આપણે સહુ એક યા બીજી પ્રકારે વારંવાર મૂંઝવણ કે વ્યાકુળતા અનુભવતા હોઇએ છીએ. આધુનિક યુગમાં આ બધી તકલીફો, સમસ્યાઓના નિવારણ માટે કે તેને અમુક મર્યાદામાં નિયંત્રિત કરવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. પણ ક્યાંય (સમસ્યાનો ઉકેલનો) મેળ પડતો નથી ત્યારે વ્યક્તિ હતાશ, નાસીપાસ થઇ જતી હોય છે.

NHS-cuts-protest--001

NHS-cuts-protest--001