Advanced search


ફનફેરમાં જીતેલી ગોલ્ડ ફિશ ગળી જતાં યુવાન દંડાયો!

બ્રિટનમાં એક ફનફેરમાં જીતેલી ગોલ્ડ ફિશને જીવતી ગળી જવાના આ કૃત્ય બદલ ૨૧ વર્ષીય એન્જિનિયર યુવાનને દંડ કરાયો છે. યુવાનનું આ (અપ)કૃત્ય બહાર આવતા તેની સામે કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને તેના આ કૃત્યને ‘ક્રૂરતાનું ભયાનક કૃત્ય’ ગણાવીને તેને દંડ ૭૫૨ પાઉન્ડનો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત કોર્ટે તેને પાંચ વર્ષ સુધી માછલી રાખવા સામે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.

૧૭ વર્ષની પ્રિયંકા પરમાર ગોલ્

પિનર હિલ ગોલ્ફ ક્લબની ૧૭ વર્ષીય ગોલ્ફર પ્રિયંકા પરમાર વર્ષ ૨૦૧૬ની મિડલસેક્સ લેડીઝ કાઉન્ટી ચેમ્પિયન બનતા સાતમા આસમાને વિહરી રહી છે. બે રોમાંચક મુકાબલા બાદ તે સેમિ-ફાઈનલ અને બાદમાં સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં તેણે તારા વોટર્સને હરાવી હતી.

ગુરુ ગોવિંદ સિંહની ૩૫૦મી જન્મજયંતિએ ગુરુદ્વારામાં માથું ટેકવતા નરેન્દ્ર મોદી

ઇરાન સાથેના સંબંધો ઘનિષ્ઠ બનાવવા માટે ઇરાનના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે તહેરાન પહોંચતાં જ સૌપ્રથમ ભાઇ ગંગા સિંહ સભા ગુરુદ્વારા ખાતે માથું ટેકવ્યું હતું. તેમની સાથે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી સહિતનું પ્રતિનિધિ મંડળ પણ હતું. 

ભારત-ઈરાનઃ મિત્રતાના નવા અધ્ય

ભારત અને ઈરાને આતંકવાદને નાથવા સહિતના કુલ ૧૨ ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કરીને મિત્રતાના નવા અધ્યાયનો આરંભ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ હસન રુહાનીએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાન તેની ધરતી પર ચીનની મદદથી ગ્વાદર બંદર વિકસાવી રહ્યું છે. આ જ રીતે ચાબહાર બંદર વિકસાવવા માટે ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન વચ્ચે સમજૂતી થઈ છે. વિદેશ નીતિના દૃષ્ટિકોણથી આગવું મહત્ત્વ ધરાવતા આ કરારથી સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાયું છે.

ભારતવ્યાપી ભાજપ...

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં ઐતિહાસિક પરિણામોએ ભારતનું રાજકીય ચિત્ર બદલી નાંખ્યુ છે. ભાજપે પહેલી વખત પૂર્વોતર ભારતમાં - આસામમાં - ઐતિહાસિક વિજય સાથે સરકાર રચીને પોતાનાં ‘કોંગ્રેસમુક્ત ભારત’નાં અભિયાનને આગળ ધપાવ્યું છે. જ્યારે મમતા બેનરજી અને જયલલિતાએ અનુક્રમે પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં સત્તાના સિંહાસન પર પુનરાગમન કર્યું છે જે દર્શાવે છે કે ‘દીદી’ અને ‘અમ્મા’નો દબદબો યથાવત્ છે. 

Diaspora to decide Referendum fate?...

With a month left to the EU Referendum, according to a report released this week by the British Election Survey, it has been revealed that Indian-origin voters are largely in favour of Britain remaining within the European Union (EU), with a significant chunk still undecided ahead of the June 23 referendum, which has been described as a knife-edge vote.

Snigdha Dua

Snigdha Dua

૬૫ વર્ષીય સતીષ પટેલ શિશુકુંજ ચ...

૬૫ વર્ષના સતીષ પટેલ આગામી ૧૧મી જૂને શિશુકુંજ, લંડનના લાભાર્થે ભંડોળ એકત્ર કરવા માટે વિમાનમાંથી સ્કાય ડાઈવ કરશે. મૂળ ભાદરણ ગામના વતની અને સાઉથ લંડનમાં લગભગ ૨૦ વર્ષ સુધી સુપર માર્કેટ સ્ટોર ચલાવીને નિવૃત્ત થયેલા સતીષભાઈને બાળપણથી સ્પોર્ટ્સ પ્રત્યે રૂચિ હતી. તેઓ નિવૃત્તિનું જીવન ગાળવા માટે લેસ્ટર શીફ્ટ થયા હતા.

A History in the Making...

A win-win situation for both the sides, India and Iran signed the much-anticipated bilateral agreement for the development of the Chabahar port along with a related agreement involving Afghanistan, and the establishment of a trilateral trade and transit corridor.

ભારતીય લેસ્બિયન કપલ કાનૂની લડ

ભારતીય લેસ્બિયન કપલ બ્રિટનમાં રહેવા માટેની કાનૂની લડાઈ હારી ગયું છે. કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ભારતમાં આ પ્રકારના સંબંધોને કાનૂની માન્યતા નથી. કોર્ટ ઓફ અપીલમાં હાર્યા બાદ કપલ સુપ્રીમ કોર્ટમાં જવાનું વિચારી રહ્યું છે. વર્ષ ૨૦૦૭માં મિત્રો તરીકે યુકે આવેલા લેસ્બિયન યુગલે ૨૦૦૮માં સ્કોટલેન્ડમાં સિવિલ પાર્ટનરશિપ હેઠળ રહેવાનું શરૂ કર્યું હતું અને ગત વર્ષે લગ્ન કર્યા હતા.