સંસ્થા સમાચાર અંક તા. ૪ જૂન ૨૦૧૬ 01/06/2016 8:44 am Kamal Rao • પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૫ જૂન સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર શ્રી અને શ્રીમતી સાગર અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
નેક-A ગ્રેડ મેળવનારી ચારૂસેટ રાજ્યની પ્રથમ પ્રાઇવેટ યુનિવર્સિટી 31/05/2016 4:39 pm Khushali Dave ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ)એ નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (નેક) દ્વારા કરાયેલા મૂલ્યાંકનમાં ૩.૧૧ સીજીપીએ સાથે ‘એ’ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત પ્રથમ પ્રયાસમાં જ નેક મૂલ્યાંકનમાં દેશની પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં ચારૂસેટ યુનિવર્સિટીએ સર્વોચ્ચ ગુણાંક મેળવ્યો છે.
એવરેસ્ટ સર કરનારી આણંદની પ્રથમ મહિલા ચેતના રાણા 31/05/2016 4:35 pm Khushali Dave આણંદનાં ચેતના રાણા (શાહુ)ના માઉન્ટ એવરેસ્ટ સર કરવાના બબ્બે વારના નિષ્ફળ પ્રયત્નો પછી ત્રીજા પ્રયત્નમાં ૧૯મી મેએ એવરેસ્ટ શિખર સર કર્યું હતું. ચેતનાએ પતિ પ્રદીપ શાહુ સાથે હિમાલય સર કર્યો છે. ચેતના રાણા (શાહુ) અને પ્રદીપ શાહુ ૫૦ વર્ષની વયે સૌથી મોટી ઉંમરમાં એવરેસ્ટ સર કરનાર પ્રથમ દંપતી છે.
મુંબઇમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટઃ પનાં મોત 27/05/2016 8:41 am Nilesh Parmar મુંબઇ શહેરના પરા વિસ્તાર ડોમ્બિવલી પૂર્વના એમઆઇડીસી ફેઝ-૨માં આવેલી આચાર્ય ગ્રૂપની હર્બર્ટ બ્રાઉન ફાર્માસ્યુટિકલ એન્ડ રિસર્ચ લેબોરેટરીઝના બોઇલરમાં ગુરુવારે જોરદાર વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી અને ફેક્ટરીનું બિલ્ડિંગ તૂટી પડયું હતું. દુર્ઘટનામાં પાંચના મૃત્યુ થયા છે જ્યારે ૮૦થી વધુને ઇજા થઇ છે.
કે. જી. હોસ્પિટલના ઓફિસ નૂતન સંકુલનું લોકાર્પણ 31/05/2016 4:48 pm Khushali Dave ભુજ મંદિરના મહંત સ્વામી, સંતો અને હોસ્પિટલના પ્રમુખ ધનજીભાઈ રાઘવાણીના હસ્તે કરસન ગોપાલ જેસાણી હોસ્પિટલના ઓફિસ વિભાગનું ૨૬મી મેએ ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે રૂ. પાંચ લાખનું દાન જાહેર કરાયું હતું.
બ્રિટિશરોનો ઈયુમાં જ રહેવા તરફનો ઝોકઃ ઈમિગ્રેશન સામે પ્રશ્નાર્થ 31/05/2016 3:05 pm Achyut Sanghavi ઈયુમાં રહેવા કે ન રહેવા વિશે ૨૩ જૂનના રેફરન્ડમના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડેઈલી ટેલિગ્રાફ માટે કરાયેલા વિશેષ ORB પોલમાં બહુમતી બ્રિટિશ પ્રજાએ ઈયુ સાથે જ રહેવાનો મત દર્શાવ્યો છે. આમ છતાં, ઈયુ ઈમિગ્રેશનના વિક્રમી આંકડાના લીધે બ્રેક્ઝિટના સમર્થનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. નવા ORB પોલમાં રીમેઈન કેમ્પને ૫૧ ટકા મત સાથે માત્ર પાંચ ટકાની સરસાઈ મળી છે. જ્યારે, લીવ કેમ્પેઈનને ૪૬ ટકા મત મળ્યા છે, જે અગાઉના સર્વેમાં અનુક્રમે ૫૫ ટકા અને ૪૨ ટકા મત હતા. અગાઉ, રીમેઈન કેમ્પની સરસાઈ ૧૩ ટકા હતી. આના કારણે પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે.
અમદાવાદના મણિનગરમાં તનિશ્કના નવનિર્મિત શો-રૂમનું ઉદ્ઘાટન 01/06/2016 9:19 am Vikram Nayak અમદાવાદઃ શહેરના હાર્દસમાન મણિનગર વિસ્તારમાં ટાટાની પ્રતિષ્ઠિત જ્વેલરી બ્રાન્ડ તનિષ્કના નવનિર્મિત શો-રૂમનો પ્રારંભ થયો છે. ૨૦૦૫થી આ વિસ્તારના રહેવાસીમાં આગવી વિશ્વસનીયતા અને લોકપ્રિયતા મેળવનાર આ શો-રૂમને નવો લુક આપવામાં કસ્ટમર્સની સગવડ-સુવિધાની વિશેષ કાળજી લેવાઇ છે.