શું તમારું શરીર સૂજેલું રહે છે? 09/03/2017 4:51 am Nilesh Parmar ચહેરો ફૂલેલો રહેતો હોય, આંગળીની વીંટી ટાઇટ થઈ જતી હોય, પગ ફૂલીને દડા જેવા દેખાતા હોય તો આ નિશાનીઓ શરીરમાં પાણીનો ભરાવો થઇ રહ્યાની છે. કેટલાક રોગો જેમ કે થાઇરોઇડ, બ્લડ-પ્રેશર, કિડનીના પ્રોબ્લેમ્સ, ઓબેસિટી અથવા કબજિયાતને કારણે પણ શરીરમાં પાણી ભરાઈ જાય છે અને પાણીના ભરાવાને કારણે એ રોગો વધુ ગંભીર પણ બને છે. માટે એ બાબતે ગંભીરતા જરૂરી છે.
બ્રાઝિલમાં પુખ્તો માટે સેક્સની થીમ પર પાર્ક બનશે 07/05/2016 8:34 am Nilesh Parmar રણની વચ્ચે વસેલા યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં ફરારી વર્લ્ડ છે તો ચીનમાં ડુઅર્ફ એમ્પાયર. આ જ પ્રમાણે, આર્જેન્ટિનામાં તમે ધ રિપબ્લિક ઓફ ચિલ્ડ્રનમાં જઈને અનહદ આનંદ માણી શકો છો. જોકે, બ્રાઝિલ હવે આનંદનો એક નવું પરિમાણ આકાર લઇ રહ્યું છે. બ્રાઝિલમાં એક રસપ્રદ પાર્ક સાકાર થઇ રહ્યું છે, જેની થીમ છે સેક્સ. આ ઇરોટિકલેન્ડ પાર્કમાં ફક્ત વયસ્કોને જ એન્ટ્રી મળશે. આ પાર્ક પિરાસિકાબા સિટીમાં બનવા જઈ રહ્યો છે, જે ૨૦૧૮માં ખુલી જશે.
પચાસ ટકા ઇન્ડિયન લાઇફ પાર્ટનરની ઓનલાઈન શોધ ચલાવે છેઃ ગૂગલ 16/03/2017 10:30 am Khushali Dave ઓનલાઈન સર્ચ ટુલ્સની વાત આવે તો હવે પચાસ ટકા વધુ ભારતીયો ડેટ પાર્ટનર માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. એમ ગુગલે યર ઈન સર્ચ અહેવાલમાં જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૬માં ડેટ માટે સર્ચ અને એપ ડાઉનલોડ જોડે જોડે હતા. ડેટ સંબંધિત શોધમાં પચાસ ટકાનો વધારે થયો હતો. જેમાં ૫૩ ટકા ડેટ એપ માટે ડાઉનલોડમાં વધારો થયો હતો. એમ ગૂગલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
વિશ્વનું સૌથી લાંબુ ભારતીય લોકતાંત્રિક બંધારણ 16/01/2017 9:54 am Nilesh Parmar ૨૬ જાન્યુઆરી ભારતનો આઝાદી દિન થવાનો હતો, પણ થઈ ગયો પ્રજાસત્તાક દિવસ!
ભણસાલીની ‘પદ્માવતી’ના સેટનો પેટ્રોલ બોમ્બથી ભડકો 16/03/2017 12:18 pm Khushali Dave રાણી પદ્માવતી અને દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજી પર આધારિત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ના કોલ્હાપુર નજીક પન્હાળા વિસ્તારમાં બનાવેલા સેટની કેટલાક અજ્ઞાત લોકોએ તોડફોડ કરીને પેટ્રોલ બોમ્બથી એ સેટ ૧૪મીએ રાતે સળગાવી દીધો હતો. પથ્થર લાઠી સાથે ત્રાટકેલા ૪૦થી ૫૦ જણના ટોળાએ સેટ પર હાજર સિક્યોરિટી ગાર્ડસની પણ મારઝૂડ કરી હતી. એટલું જ નહીં સેટ પર પાર્ક કરાયેલી કારની પણ તોડફોડ કરી તેને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે આ સંદર્ભે તપાસ કરી કેટલાક લોકોને તાબામાં લઈ તેમની પૂછપરછ ચાલુ કરી છે.
દેશમાં હિન્દુઓની વસ્તીમાં વધારો પણ ટકાવારીમાં ઘટાડો 16/03/2017 11:03 am Khushali Dave દેશમાં છેલ્લા ચાર દશકમાં હિંદુઓની વસ્તીમાં સમગ્રતયા વધારો થયો છે, પરંતુ કુલ વસ્તીમાં હિન્દુઓની ટકાવારીમાં ઘટાડો થયો છે તેમ રાજ્ય ગૃહ પ્રધાન હંસરાજ આહિરે લોકસભામાં જણાવ્યું હતું. ૧૯૭૧માં દેશમાં હિન્દુઓની વસ્તી ૪૫.૩૩ કરોડ હતી અને ૨૦૧૧માં વધીને ૯૬.૬૨ કરોડ થઇ, પરંતુ કુલ વસ્તીની ટકાવારીમાં ઘટાડો થયો હતો તેમ તેમણે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું.