ઈન્ટરનેટ માહિતીને પ્રિન્ટ કરવા માટે ૧૩૬ બિલિયન પાના જોઈએ 05/05/2015 2:09 pm Achyut Sanghavi લંડનઃ યુકેના વિજ્ઞાનીઓએ સમગ્ર ઈન્ટરનેટની માહિતીને પ્રિન્ટ કરવામાં આવે તો કેટલો કાગળ જોઈએ તેની ગણતરી માંડી હતી. વિજ્ઞાનીઓની ગણતરી પ્રમાણે સ્ટાન્ડર્ડ ૮x૧૧ સાઈઝના ૧૩૬ બિલિયન પાનાઓની જરૂર પડે એવું તારણ મળ્યું છે. આટલી મોટી સંખ્યામાં કાગળના પાના મેળવવા માટે ૧૬ લાખ વૃક્ષો ઉગાડવા પડે. એમેઝોન જંગલોમાં એક વૃક્ષમાંથી ૮૫૦૦ જેટલા પાના મેળવી શકાય તેવી ગણતરી તેમણે કરી હતી.
એક ચાલાક ચોર! પણ આખરે ઝબ્બે: ૧૩ વર્ષ સુધી એરપોર્ટ પર લોકોને છેતરનાર જેલ ભેગો કરાયો 05/05/2015 2:33 pm Kamal Rao અફલાતુન વસ્ત્રોમાં સજ્જ કોઇ વ્યક્તિ તમને યુરોપના કોઇ એરપોર્ટ પર મળે અને પોતાનો બ્રિટીશ પાસપોર્ટ બતાવી કહે કે 'મારા બેન્ક કાર્ડની લીમીટ પૂરી થઇ ગઇ છે...મને જરા ૩૦ કે ૪૦ યુરો ઉછીના આપો ને! લંડન જવાની સસ્તામાં સસ્તી ટિકીટ લેવી છે! તમારી બેન્કની ડીટેઇલ આપો... બસ લંડન જઇને તમારા ખાતામાં યુરો ભરી દઇશ!' બોલો તમે તે ભલા માણસને મદદ કરો કે નહિં?
સુરત એરપોર્ટને મોરારજી દેસાઇનું નામ અપાશે 30/04/2015 7:03 am Viren Vyas સુરત એરપોર્ટના નામકરણ અને વિકાસ માટેના પગલાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લીધા છે.
ભીષણ ભૂકંપથી નેપાળના પર્યટન ઉદ્યોગને મોટો આંચકો 30/04/2015 7:10 am Nilesh Parmar મુંબઈઃ તાજેતરના વિનાશક ભૂકંપથી નેપાળના ટૂરિઝમ ઉદ્યોગને કમ્મરતોડ ફટકો પડ્યો છે. ગયા વર્ષના ભીષણ હિમપ્રપાતને ભૂલીને નેપાળ પ્રવાસ-પર્યટનની નવી સિઝન માટે તૈયાર થઈ રહ્યું હતું ત્યાં આવેલા ભીષણ ભૂકંપના પગલે પર્યટકો પ્રવાસ રદ કરી રહ્યા છે.
સંસ્થા સમાચાર 05/05/2015 2:47 pm Kamal Rao * શ્રી જલારામ જ્યોત, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, HA0 3DW ખાતે દર ગુરૂવારે જલારામ ભજન અને ભોજન સાંજના ૭થી રાતના ૯-૩૦ દરમિયાન થશે. દર શનિવારે સવારે ૧૧થી ૧-૧૫ દરમિયાન ૨૧ હનુમાન ચાલીસા અને પ્રસાદનો લાભ મળશે. દરરોજ બપોરના ૧થી ૨ સદાવ્રત - ભોજનનો લાભ મળશે. સંપર્ક: મંદિર 020 8902 8885.
નવસારીને પારસી ધર્મસ્થળ તરીકે વિકસાવાશે! 30/04/2015 7:23 am Viren Vyas ભારત સરકાર દેશમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે ૫૦ ક્ષેત્ર (સરકીટ)ને પસંદ કરી વિવિધ થીમ આધારિત પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસ કરશે.
રેડબ્રિજ એશિયન મંડળના હોદ્દેદારો 05/05/2015 2:53 pm Kamal Rao રેડબ્રિજ એશિયન મંડળની એજીએમ ગત તા. ૧૪-૪-૧૫ના રોજ યોજાઇ હતી જેમાં આગામી ૨ વર્ષ માટે નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.