પાકિસ્તાન સેના કરાચીને હસ્તગત કરશે 05/05/2015 4:10 pm Viren Vyas પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખ એક એવાં અભિયાનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે, જે પાકિસ્તાનમાં ફરીથી રાજકીય તખ્તો પલટી શકે છે.
મોદીનો ચીનપ્રવાસઃ બન્ને દેશોના શહેરોને નજીક લાવવા પ્રયાસ થશે 01/05/2015 5:46 am Nilesh Parmar નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ચીન પ્રવાસ વેળા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણના મહત્ત્વના કરાર થવાની શક્યતા છે. ચીનના ભારત ખાતેના એમ્બેસેડર લે યુચેંગે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘બંને દેશ પરસ્પર સહકાર માટે એક પ્લેટફોર્મ ઊભું કરવા સક્રિય છે. જેમાં ભારતના વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાનો અને ચીનના વિવિધ પ્રાંતના ગવર્નર કરાર કરશે. આ પ્રકિયા મોદીના ચીન પ્રવાસ વખતે પૂરી કરાશે.’
મહિલા સુરક્ષાઃ વાતો નહીં, આકરા કાયદાની જરૂર 06/05/2015 5:45 am Vikram Nayak પાટનગર દિલ્હીમાં નિર્ભયા નામની યુવતી સાથે જે હિચકારું કૃત્ય થયું હતું તેની કડવી યાદ તાજી થઇ જાય તેવી થઇ જાય તેવી ઘટના પંજાબના મોગામાં બની છે. મોગાની ઘટના જોતાં તો એવું જ લાગે છે કે કાયદો તો છે, પણ સહુ માટે સમાન નથી. જેમની પાસે પૈસા છે, સત્તા છે, તેમના માટે કાયદાનું અર્થઘટન બદલાઇ જાય છે. મોગામાં આવું જ તો બન્યું. એક મહિલા તેની ટીનેજર દીકરી અને નાના દીકરા સાથે એક ખાનગી બસમાં પ્રવાસ કરતી હતી. ચાલુ બસે કેટલાક અસામાજિક તત્વોએ મા-દીકરીની છેડછાડ કરીને લાજ લૂંટવા પ્રયાસ કર્યો. આ નઠારા તત્વોને રોકવાના બદલે બસનો કર્મચારી પણ તેમાં જોડાયો. છેડછાડની ઘટના બાદ માતા-પુત્રીને ધક્કો મારીને બસમાંથી બહાર ફેંકી દેવાયા. દીકરી મૃત્યુ પામી ને મા હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ડચકાં ખાઇ રહી છે.
રાહુલનો બદલાયેલો અભિગમ પક્ષને ફળે તો સારું 06/05/2015 5:46 am Vikram Nayak પ્રતિભા કરતાં (ગાંધી) પરંપરાને પૂજવાની માનસિક્તા ધરાવતા કોંગ્રેસીઓ પાછા સક્રિય થતા દેખાય રહ્યા છે. લગભગ બે મહિનાની રજા ભોગવીને પાછા ફરેલા રાહુલબાબાએ આક્રમક અભિગમ સામે મોદી સરકાર સામે બાંયો ચઢાવી હોવાથી કાર્યકરો ખુશ છે. વેકેશનમાંથી આવીને સૌથી પહેલાં દિલ્હીમાં ખેડૂતોની મહારેલી સંબોધતા મોદી સરકારના જમીન સંપાદન બિલને જાકારો આપવાનું એલાન કર્યું. આ પછી લોકસભામાં આ બિલ મુદ્દે મોદી સરકાર પર પસ્તાળ પાડીને દેશના ખેડૂતોની લાગણીને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. અને હવે તેઓ કુદરતના કહેરનો ભોગ બનેલા ખેડૂતોના હાલચાલ જાણવા વિવિધ રાજ્યોમાં ફરી રહ્યા છે. પહેલાં પંજાબ ગયા અને પછી મહારાષ્ટ્ર પહોંચ્યા. બદલાયેલી શૈલી, અદા અને બોડી લેંગ્વેજ સાથેની રાહુલની આક્રમકતાએ શાસક પક્ષને બેચેન બનાવી દીધો હોય તો નવાઇ નહીં.
હવે રોકડાનો જમાનો ગયો, નેટ શોપર્સમાં કાર્ડ પેમેન્ટનો ટ્રેન્ડ 01/05/2015 6:08 am Nilesh Parmar મુંબઈઃ ભારતમાં ઈન્ટરનેટ પરથી શોપિંગના વધતા ચલણની સાથે સાથે કોઈ પણ ચીજવસ્તુની ખરીદીમાં રોકડા પૈસાથી ચૂકવણી કરવાનો ટ્રેન્ડ પણ જૂનો થઈ રહ્યો છે. અત્યાર સુધી રોકડ નાણું જ રાજા ગણાતું હતું, પરંતુ બદલાયેલા ટ્રેન્ડ પ્રમાણે ઈ-શોપર્સ હવે કાર્ડથી ચૂકવણી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ફાઈનાનસિયલ સર્વિસ ફર્મ વિસા દ્વારા ધરાયેલા એક સર્વેમાં આ તારણો જાણવા મળ્યા છે.
પોરબંદર પાસે નૌકાદળનું નવું મથક કાર્યારત થશે 01/05/2015 6:15 am Viren Vyas પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદે વધતા જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે.
મૃત્યુ મરી ગયું રે લોલ... 06/05/2015 5:57 am Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારતીય સનાતન સંસ્કૃતિના પાયાના અને અમર કહેવાય તેવા સંદેશામાં જન્મ અને મરણ વિશેનો જે દૃષ્ટિકોણ રજૂ થયો છે તે મારી દૃષ્ટિએ અન્ય ધર્મ કે આધ્યાત્મિક વિચારસરણી કરતાં સહેજસાજ અળગો ગણી શકાય. શ્રીમદ્ ભગવદ ગીતામાંથી પણ એવો જ સૂર સંભળાય છે કે જન્મ-મરણ, લાભ-હાનિ, યશ-અપયશ માનવીમાં હાથમાં નથી. સાદી ભાષામાં કહીએ તો, આ છએ છ ઘટનાઓ પે’લા કીમિયાગર કે જાદુગર કે કઠપૂતળીના સંચાલક તરીકે જાણીતા પરમ તત્વ કે જેમને આપણે પરમાત્મા કહીએ છીએ, જગતનિયંતા કહીએ છીએ તે અદમ્ય શક્તિ નિયંત્રિત કરતી હોય છે. આપણે ભલે તેને નિહાળી શકતા નથી, પણ અનુભવી શકીએ છીએ અવશ્ય. સનાતન સંસ્કૃતિમાં અવસાન, મોત એ માત્ર શોક કે દુઃખનો પ્રસંગ નથી. શિર્ષકમાં ટાંકેલી પંક્તિ મેં એક ભજનમાં સાંભળી હતી. કોલેજકાળમાં થોડુંક સમજાયું હતું, પણ કંઇ ઝાઝી ગતાગમ પડતી નહોતી.
દુબઇના રિઅલ એસ્ટેટમાં ભારતીયો સૌથી મોટા રોકાણકારો 01/05/2015 6:20 am Nilesh Parmar દુબઇઃ દુનિયાભરમાં છવાઇ ગયેલા ભારતીયો હવે દુબઇમાં પણ છવાઇ રહ્યા છે. દુબઇના રિઅલ એસ્ટેટ માર્કેટમાં મૂલ્ય અને કદના સંદર્ભમાં રોકાણ કરનારા બિન-આરબ રોકાણકારોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. દુબઇ લેન્ડ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે ૨૦૧૪માં ભારતીયોએ ૧૮.૧ બિલિયન દિરહામ સહિત છેલ્લા ત્રણ વર્ષમાં દુબઇના રિઅલ એસ્ટેટ માર્કેટમાં ૪૪ બિલિયન દિરહામનું રોકાણ કર્યું હતું.