Advanced search


કેમરનની ટીમમાં ઓસ્બોર્ન, થેરે

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં ભવ્ય વિજય મેળ્યા પછી ડેવિડ કેમરને સંપૂર્ણ ટોરી સરકારની રચનાની પ્રક્રિયા આરંભી હતી. તેમણે જ્યોર્જ ઓસ્બોર્ન, થેરેસા મે, ફિલિપ હેમન્ડ અને માઈકલ ફેલોનને અનુક્રમે ચાન્સેલર ઓફ ટ્રેઝરી, હોમ સેક્રેટરી, ફોરેન સેક્રેટરી અને ડિફેન્સ સેક્રેટરી તરીકે પુનઃ નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત, જ્યોર્જ ઓસ્બોર્નને ‘ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ’ જાહેર કરાયા છે. લંડનના મેયર બોરિસ જ્હોન્સનને ‘પોલિટિકલ કેબિનેટ’માં સ્થાન અપાયું છે, પરંતુ તેઓ છેલ્લા વર્ષ માટે મેયર તરીકે કામગીરી ચાલુ રાખશે. આ ઉપરાંત, સાજિદ જાવિદને બિઝનેસ સેક્રેટરી, એમ્બર રડને એનર્જી સેક્રેટરી, પ્રીતિ પટેલને એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર, માઈકલ ગોવને જસ્ટિસ સેક્રેટરી નિયુક્ત કરાયા છે જ્યારે નિકી મોર્ગનને એજ્યુકેશન સેક્રેટરી અને ઈયાન ડન્કન સ્મિથને વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી તરીકે યથાવત રખાયા છે. ક્રિસ ગ્રેલિંગને લીડર ઓફ કોમન્સ અને ટિના સ્ટોવેલને લીડર ઓફ ધ લોર્ડ્સ બનાવાયા છે, જ્યારે માર્ક હાર્પરને ચીફ વ્હીપની કામગીરી સોંપાઈ છે.

ફિલમ બનશે ‘ઉદ્યોગ’!...

ચકાચક હોલીવૂડની ટનાટન ફિલ્મો જોતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં નાચ-ગાના અને ઢીસૂમ-ઢીસૂમથી ભરપૂર ફિલ્મું જોઈને જલ્સો કરી રહેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

RAC બ્રેકડાઉનની એક વર્ષની મેમ્બરશીપ ફી ભરનાર 'ગુજરાત સમાચાર'ના વાચકોને £૫૦* સુધીનું વળતર આપવાની RAC દ્વારા જાહેરાત કરવામાં આવી છે. RAC એક એવું સંગઠન છે જેના ૯૨% સદસ્યો તેમના મિત્રો અને પરિવારજનોને RAC ના સદસ્ય થવાની ભલામણ કરે છે. RACની મેમ્બરશીપ લેવાથી કોઇ પણ સ્થળે વાહન બગડી જાય કે અકસ્માત થાય તો RACના તાલિમબધ્ધ, અનુભવી અને નિષ્ણાંત કર્મચારીઅો આપની સ્મિત સાથે મદદ કરે છે.

વિદેશવાસી ગુજરાતીઓ માતૃભૂમિન...

મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે વિદેશોમાં સ્થાયી થયેલા ગુજરાતના વતની તબીબો, સંપન્ન વર્ગોને રાજ્યમાં આરોગ્ય, સેવા, સ્વચ્છતા-સ્વસ્થતાના જનઅભિયાનમાં સેવાભાવથી જોડાઈને માતૃભૂમિની સમૃદ્ધિ- સમાજ હિતનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યું છે. 

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગંત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધેલ સોજિત્રા તાલુકાના મઘરોલ ગામમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે.

એડ મિલિબેન્ડે પરાજય સ્વીકાર્

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના રકાસની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી એડ મિલિબેન્ડે પક્ષના નેતાપદેથી રાજીનામું આપી દીધું છે. પક્ષના કાર્યકારી નેતાની જવાબદારી હેરિયટ હરમાનને સોંપાઈ છે.લેબર પાર્ટીનો સ્કોટલેન્ડમાં તદ્દન સફાયો થઈ ગયો છે અને સમગ્ર યુકેમાં તેની ભારે પીછેહઠ થઈ છે. એડ મિલિબેન્ડે સમર્થકો અને કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ ડેવિડ કેમરનને અભિનંદન પણ પાઠવ્યા હતા. લેબર પાર્ટીના એડ બોલ્સ, ડગ્લાસ એલેકઝાન્ડર અને જીમ મર્ફી જેવા મોટા નેતાઓ પરાજિત થયા હતા.