ભારત-ચીન સંબંધનો બદલાતો ચહેરો 20/05/2015 5:54 am Vikram Nayak એશિયાના બે શક્તિશાળી દેશોના વડાઓ મળી રહ્યા હોય ત્યારે વિશ્વભરના રાજનેતાઓની, રાજદ્વારી વિશ્લેષકોની તેના પર બાજનજર હોય એ તો સમજાય તેવું છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ પર તો આમ ભારતીય પણ ચોંપ રાખીને બેઠો હતો.
અરુણા શાનબાગના અંતિમ શ્વાસ 20/05/2015 5:55 am Vikram Nayak મુંબઇની કેઇએમ હોસ્પિટલની પથારી પર છેલ્લા ૪૨ વર્ષથી લગભગ નિશ્ચેતન જીવન જીવી રહેલા અરુણા શાનબાગ તો અંતિમ શ્વાસ લઇને આ ફાની દુનિયા છોડી ગયાં, પરંતુ જતાં જતાં તેઓ બે તદ્દન વિરોધાભાસી મુદ્દાઓ ભણી સમાજનું ધ્યાન દોરતાં ગયાં છે - ભારતમાં મહિલાઓ પર જાતીય અત્યાચાર અને તબીબી ક્ષેત્રની માનવતા.
મકાનને મસ્જિદમાં ફેરવવા ઈનકાર 15/05/2015 6:28 am Achyut Sanghavi બર્મિંગહામઃ એકોક્સ ગ્રીનમાં ટેરેસ સાથેના નાના મકાનને મસ્જિદ અને મુસ્લિમ સ્કૂલમાં ફેરવવાની યોજના કાઉન્સિલરોએ પૂરતી જગ્યા ન હોવાના કારણસર ફગાવી દીધી છે. બર્મિંગહામની એકોક્સ ગ્રીન સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે ૧૪૦ બંદગીકારો માટે આ જગ્યા નાની છે. કાઉન્સિલે મક્કા બિન્ગોના કાર પાર્કના ઉપયોગની દરખાસ્ત પણ નકારી હતી.
Modi, Xi discuss ways to strengthen trust between two countries 20/05/2015 6:02 am K.K. Joseph Indian Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping met in Xi'an and held summit-level talks during which the two leaders discussed a host of issues, including terrorism and the need to share information between the two nations
ચાનો બંધાણી પોપટ 15/05/2015 6:53 am Viren Vyas વિશ્વમાં મોટાભાગના લોકોની સવાર ચા પીવાથી પડે છે. પરંતુ અચરજની વાત તો એ છે કે હવે એક પોપટ પણ ચાનો રસિયો થઇ ગયો છે.
પાલિતાણાથી ગુમ સાધ્વીજી પ્રેમી સાથે પકડાયાં 15/05/2015 7:00 am Viren Vyas જાણીતા જૈન યાત્રાધામ પાલિતાણાથી થોડા દિવસ પહેલા એક સાધ્વીજી મ.સા.ગુમ થયાની જાણ કરતી નોંધ પોલીસમાં થઈ હતી.
ખંભાળિયામાં કિન્નરો દ્વારા હિન્દુ-મુસ્લિમનો સમૂહલગ્નોત્સવ 15/05/2015 7:34 am Viren Vyas ખંભાળિયા નગરપાલિકાના સભ્ય એવા કિન્નર વાંસતી દે નાયકે સમાજમાં પ્રેરણારૂપી સમૂહલગ્નોત્સવનું આયોજન કર્યું હતું.
મહિલાને બચાવવા ગોંડલમાં સ્વયંભૂ મહારક્તદાનઃ 15/05/2015 7:43 am Viren Vyas સામૂહિક રકતદાનની પ્રવૃત્તિ બીજા અર્થમાં જીવતદાન પ્રવૃત્તિ બની છે.
પ્રગતિના પંથે દોરી જતી જડીબુટ્ટીઃ પ્રેરણા, પ્રોત્સાહન, પીઠબળ 20/05/2015 6:10 am Vikram Nayak આપ તાર્યા અમે તરવાના, સાચું રે જાણો...પથિક તારા વિસામાના, દૂર દૂર આરા...જીવન પંથ ખૂટે ના મારો, જીવન પંથ ખૂટે ના...વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે (સોમવારે) વહેલી સવારે મારા ચિંતનના પિરિયડ દરમિયાન આ ત્રણ ગીતોની સ્મૃતિ થઇ આવી. ‘પથિક તારા વિસામાના...’ એ ગીત ૧૯૪૫-૪૬માં આણંદમાં મ્યુનિસિપાલિટીના મકાનની સમીપ ઉભેલી કોંગ્રેસ સમિતિની ભવ્ય ઇમારતમાં ચાલતા સંગીત વર્ગમાં સાંભળ્યું હતું. રજાઓમાં મારા માસા પૂ. તુલસીદાસને ત્યાં અમે જતા અને તેમના જયેષ્ઠ પુત્ર (મારા મોટા ભાઇ) ઇન્દુભાઇ હાર્મોનિયમ ઉપર ગીત લલકારતા હતા. હાર્મોનિયમ શીખવા મેં પણ - નિરર્થક - પ્રયત્ન કર્યો હતો. આ ગીતની કેટલીક પંક્તિઓ હજુ પણ અવારનવાર ગણગણું છું. તેમાંની ‘ન સીંચરે કોઇ મારગે તારા...’ પંક્તિમાંથી તો બહુ મોટીવેશન, પ્રેરણાબળ પ્રાપ્ત થાય છે. સ્વામીશ્રી કૃપાલાનંદજીની કૃતિ, તેમનું એક ભજન ‘જીવન પંથ ખૂટે ના મારો...’ એ તો લગ્ન બાદ સાંભળ્યું. અને મનમાં વસી ગયું.