નર્સ જેસિન્થાના પરિવાર ટ્રસ્ટને ઓસ્ટ્રેલિયન રેડિયો કંપનીનું દાન 12/12/2014 8:02 am Mukesh Patel લંડનઃ નર્સ જેસિન્થા સલ્ધાનાએ જે બનાવટી કોલના કારણે સાત ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ જીવન ટુંકાવ્યું હતું તેના માટે કારણભૂત ઓસ્ટ્રેલિયન રેડિયો કંપની સધર્ન ક્રોસ ઓસ્ટેરીઓએ મૃતકના પરિવારના લાભાર્થે સ્થપાયેલા ટ્રસ્ટમાં ૨૮૯,૦૦૦ પાઉન્ડનું દાન આપ્યું છે. રોયલ કોર્ટ ઓફ જસ્ટિસ ખાતે ૧૧ અને ૧૨ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ઈન્ક્વેસ્ટના અંતે કોરોનર ફિઓના વિલ્કોક્સે જેસિન્થા સલ્ધાનાએ આત્મહત્યા કરી હોવાનો ચૂકાદો આપ્યો હતો.
અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના પુસ્તકોનું વિમોચન 12/12/2014 8:02 am Nilesh Parmar શિકાગોમાં ૨૦ સપ્ટેમ્બરે સાહિત્યકાર દંપતી અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના કાવ્યસંગ્રહો ‘વાણીપંત’ અને ‘નામ તારું રૂદાક્ષ પર’નું વિમોચન વિખ્યાત સર્જકો મધુ રાય અને અનિલ જોશીએ કર્યું હતું. જાણીતા સારસ્વત બળવંત જાનીએ અશરફ ડબાવાલાની સર્જકતા વિશે વિગતે વાત કરી હતી.
ફૂલ ગયાં, ફોરમ રહી 13/12/2014 5:43 am Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, સોમવાર ૨૫ ઓગસ્ટે સોમવતી અમાસની સાથે બેન્ક હોલીડે પણ હતો. જોકે સોમવતી અમાસના લીધે બેન્ક હોલીડે હતો એવું નહોતું, આ તો માત્ર યોગાનુયોગ હતો. બાકી રસોડામાં મોટું રીંગણ કપાયેલું પડ્યું હોય, અને તેમાં કોઇ વ્યક્તિને પોતાના ઇષ્ટદેવના દર્શન થાય કે બીજી કોઇ વ્યક્તિને વળી તેમના ગુરુ કે દેવના નામની ઝલક વર્તાય તેના જેવી જ કંઇક આ વાત છે.
રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના બોસ યથાવત્ઃ 12/12/2014 8:04 am Vikram Nayak ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની ૨૬ સપ્ટેમ્બરે ચેન્નઈમાં મળેલી બેઠકમાં રવિ શાસ્ત્રીને ૨૦૧૫ના ક્રિકેટ વર્લ્ડ કપ સુધી ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટર પદે યથાવત્ રાખવાનો નિર્ણય કરાયો હતો.
ભવિષ્યને નજરમાં રાખી મત આપજોઃ સ્કોટિશ પ્રજાને ક્વીનની સલાહ 12/12/2014 8:04 am Mukesh Patel લંડનઃ બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયે આખરે સ્કોટલેન્ડની સંભવિત આઝાદી વિશે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે સ્કોટિશ લોકોને સ્વાતંત્ર્ય જનમતમાં મત આપતાં અગાઉ પોતાના ભવિષ્ય અંગે સાવચેતી અને કાળજીપૂર્વક વિચારવા સલાહ આપી છે. તેમની ટિપ્પણીને સ્કોટલેન્ડ બ્રિટનથી અલગ ન પડે તેની તરફેણરૂપે જોવાય છે.
કોલીની ફાંસી પર રાતો રાત સ્ટેઃ 13/12/2014 5:47 am Vikram Nayak સુપ્રીમ કોર્ટે નિઠારીકાંડના દોષિત સુરેન્દ્ર કોલીની ફાંસી ઉપર રોક લગાવી છે. રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં સુપ્રીમ કોર્ટે અડધીરાતે બેન્ચ બેસાડી અને દોષિતની અરજી ઉપર વિચાર કર્યો હતો.
નીના વાડિયા ડાયાબિટીસ જાગૃતિ માટે ફન વોકમાં જોડાયાં 12/12/2014 8:06 am Mukesh Patel લંડનઃ પ્રસિદ્ધ અભિનેત્રી નીના વાડિયા અને સિલ્વર સ્ટાર ડાયાબિટીસ ચેરિટીના સ્થાપક, પેટ્રન અને સાંસદ કિથ વાઝની સાથે વાર્ષિક ફન વોકમાં જોડાયાં હતાં. ટાઈપ-ટુ ડાયાબિટીસ વિશે જાગૃતિ ઉભી કરવાની કામગીરી ચાલુ રાખવા ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવા સાત સપ્ટેમ્બરે મેટ્રો બેન્ક એજવેર, હાઈ સ્ટ્રીટથી યોજાયેલી વાર્ષિક ફન વોકમાં સામેલ થયાં હતાં.
દિલ્હીમાં સરકાર બનાવવા ભાજપની ધારાસભ્યને ચાર કરોડની ઓફર? 13/12/2014 5:51 am Vikram Nayak નવી દિલ્હીઃ દિલ્હીમાં સરકાર રચવા મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી-આપ તમામ પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ મળે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં તેણે વિશ્વાસમત મેળવવા પડશે. વિશ્વાસમત માટે અન્ય પાર્ટીના ધારાસભ્યોને તરફેણમાં લેવા પડશે.
મોદીની ભેટઃ PIO કાર્ડધારકને આજીવન વિઝા 12/12/2014 8:07 am Vikram Nayak ન્યૂ યોર્કઃ લાંબા સમયથી જેની ઉત્સુક્તાપૂર્વક રાહ જોવાતી હતી તે યુએસ પ્રવાસના ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય સમારંભને સંબોધતાં ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધ્યો હતો. હજારોની જનમેદનીએ વડા પ્રધાનનું 'મોદી મોદી'ના સૂત્રોચ્ચાર સાથે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.