Advanced search


'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સમાજ સેવાના ઉમદા હેતુઅો સાથે સ્થાપવામાં આવેલ 'કર્મયોગા ફાઉન્ડેશન' તરફથી અવારનવાર સત્કર્મો માટે નાણાં ફાળવવામાં આવે છે. તાજેતરમાં લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન અને લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા સમાજની સેવા માટે નિર્મીત અદ્યતન સુંદર કોમ્યુનીટી સેન્ટરનું તાજેરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કર્મયોગા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી કાંતિભાઇ નાગડાએ આ બન્ને સંગઠનોને આ પ્રસંગે કર્મયોગા ફાઉન્ડેશન તરફથી પાંચ-પાંચ હજાર પાઉન્ડના બે ચેક અર્પણ કર્યા હતા.

કર ચૂકવવાનો બાકી હોય તો સાવધ રહેજો...

લંડનઃ જો તમારે રેવન્યુ અને કસ્ટમ વિભાગ (HMRC)ને કર ચૂકવવાનો બાકી હોય તો જરા સાબદા રહેજો. એપ્રિલ, ૨૦૧૫થી અમલી થનારા નવા નિયમ અનુસાર, હવે તે ૧૭,૦૦૦ પાઉન્ડ સુધીનાં બાકી કર-લેણાં તમારા બેન્ક એકાઉન્ટમાંથી સીધાં જ વસૂલી શકે છે. 

અલ-કાયદા ભારતમાં જેહાદ ફેલાવશે

નવી દિલ્હીઃ ઓસામા બિન લાદેન દ્વારા સ્થાપાયેલા કુખ્યાત આતંકવાદી સંગઠન અલ-કાયદાએ ભારતીય ઉપખંડમાં પોતાની નવી શાખા શરૂ કરવાની જાહેરાત કરી છે. ગત સપ્તાહે ઇન્ટરનેટ પર અપલોડ કરેલા ૫૫ મિનિટના વીડિયોમાં અલ-કાયદાના પ્રમુખ અયમાન અલ જવાહિરીએ જણાવ્યું છે કે, અલ-કાયદાની આ નવી શાખા ઇસ્લામીરાજને પ્રોત્સાહન આપશે અને ભારતીય ઉપખંડમાં જેહાદનો પરચમ લહેરાવશે. 

NAMને પ્રથમ વિશ્વ યુદ્ધની ઈન્ડિયન રેજિમેન્ટ્સની ભેટ

લંડનઃ પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોની ભૂમિકાની યાદગીરી સ્વરુપે ડેક્કન હોર્સ અને શિન્દે હોર્સ રેજિમેન્ટના પૂર્વ કર્નલ લેફ્ટ. જનરલ ટી. એસ. શેરગિલ PVSM દ્વારા ધ નેશનલ આર્મી મ્યુઝિયમ (NAM)ના ડિરેક્ટર જનરલ જેનિસ મુરેને ચાંદીની મોટી તાસક (સેલ્વર) ભેટ અપાઈ હતી. 

લંડનઃ તમે ક્યારેય સાંભળ્યું છે કે વજન ઘટાડવા માટેનાં પણ કોઈ ચોક્કસ દિવસો હોય છે? તાજેતરમાં થયેલાં અભ્યાસનું માનીએ તો વજન ફક્ત સપ્તાહનાં ચાલુ દિવસોમાં જ ઘટે છે, સપ્તાહનાં અંતમાં એટલે કે રજાના દિવસોમાં વજનમાં વધારો જ થતો હોય છે. સંશોધક બ્રાયન વેનસિંકે જણાવ્યું કે, ‘સપ્તાહના અંતિમ દિવસોમાં લોકો પાસે ફરવા જવાનો અને ખાવા માટેનો સમય વધારે હોય છે.

ટ્રફાલ્ગર સ્કવેરમાં દિવાળી ફેસ્ટિવલ

લંડનઃ સુપ્રસિદ્ધ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં મેયર ઓફ લંડન્સ દિવાળી ફેસ્ટિવલનું લોન્ચિંગ સ્થાનિક શાળાના બાળકોની પરેડ સાથે ૧૨ ઓક્ટોબરે કરવામાં આવશે. 

લંડનઃ જો તમારે સ્થૂળતા કે મેદસ્વીતા ઘટાડવી હોય તો ટેલિવિઝન નિહાળવાનું ઓછું કરી દેવું જોઇએ અને સાથોસાથ લાઈફસ્ટાઈલ વધુ સક્રિય બનાવવી જોઇએ. 

ચંગુને એક ઈન્વિટેશન મળ્યું જેમાં ડ્રેસકોડમાં લખ્યું હતું, ‘ઓન્લી બ્લેક ટાઈ.’
ચંગુએ ત્યાં જઈને જોયું તો લોકોએ પેન્ટ-શર્ટ પણ પહેર્યાં હતાં.

IS ત્રાસવાદીઓ દ્વારા બ્રિટિશરનો શિરોચ્છેદ

લંડનઃ ઇસ્લામિક સ્ટેટ (IS)ના આતંકવાદીઓએ બ્રિટનના નાગરિક ડેવિડ કોથોર્ન હેન્સનો શિરચ્છેદ કર્યા બાદ બીજા હોસ્ટેજ એલન હેનિંગનો પણ શિરચ્છેદ કરવાની ધમકી આપી છે. હેન્સ અગાઉ બે અમેરિકન પત્રકારની હત્યા કરનારા બ્રિટિશ ઉચ્ચાર ધરાવતા ત્રાસવાદી ‘જેહાદી જ્હોન’ના હાથે હત્યા કરાયેલ પ્રથમ બ્રિટિશ નાગરિક છે. 

કામજીવન નીરસ બન્યું છે? તો પ્રેમભાવ ઉમેરો

ન્યૂ યોર્કઃ જે સ્ત્રીઓ પોતાના કામજીવનથી કંટાળી ગઈ છે, જેમનાં કામજીવનમાં આવેગોનો અભાવ વર્તાય છે તેમને તજજ્ઞોની સલાહ છે - તમારા કામજીવનમાં થોડોક પ્રેમભાવ ઉમેરો, કામજીવન ફરીથી ખીલી ઊઠશે.