પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ વધુ આસ્તિક 28/01/2015 6:11 am Achyut Sanghavi લંડનઃ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ ઈશ્વર અને જીવન પછીના જીવન કે પુનર્જીવનની બાબતમાં વધુ આસ્તિકતા ધરાવતી હોવાનું સંશોધકો જણાવે છે. સ્ત્રીઓમાં ૭૫ ટકા શ્રદ્ધાળુ એટલે કે આસ્તિક હોય છે, જ્યારે પુરુષોમાં આ સંખ્યા ૫૦ ટકાથી પણ ઓછી છે. ૬૦ ટકા સ્ત્રીઓ પુનર્જીવનમાં માને છે, જ્યારે માત્ર ૩૫ ટકા પુરુષ આમ માને છે. ૬૩ ટકા પુરુષો મૃત્યુને અંતિમ પડાવ માને છે.
બાળઉછેરનો ખર્ચ £૨૩૦,૦૦૦ઃ એક દસકામાં ૬૩ ટકાનો વધારો 28/01/2015 6:16 am Achyut Sanghavi લંડનઃ ગત દસકા દરમિયાન બાળકને તેના જન્મથી ૨૧ વર્ષ સુધી ઉછેરવાનો ખર્ચ ૬૩ ટકા વધીને £૨૩૦,૦૦૦ના આંકડે પહોંચી ગયો છે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રીસર્ચના આંકડા આધારિત અભ્યાસ અનુસાર હવે પેરન્ટ્સ તેમની પ્રી-ટેક્સ વાર્ષિક કમાણીનો સરેરાશ લગભગ ત્રીજો હિસ્સો માત્ર એક પુત્ર અથવા પુત્રીના ઉછેર પાછળ વાપરે છે.