Advanced search


UK's richest and multi-billionaire Hinduja brothers have recently acquired Winston Churchill's Old War office in Central London, one of the capital’s most iconic properties. The building which has more than 1,000 rooms and two-and-a-half miles of corridors, had escaped largely unscathed even after being bombed eight times during World War II has been bought off by the Hinduja Group. The site, situated on London’s Whitehall, was the scene where Winston Churchill coordinated Britain’s war effort against Nazi Germany.

KV photo

KV photo

એડિલેઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ એડિલેડ ટેસ્ટમાં બીજી ઇનિંગ્સમાં પણ સદી ફટકારી છે. આમ ટેસ્ટ મેચની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિરાટ ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો છે.

ભુવનેશ્વરઃ શહેરમાં ૧૪ ડિસેમ્બરે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ-ફાઇનલ મેચમાં ભારત સામેના વિજય બાદ દર્શકો અને મીડિયા સામે અશ્લીલ ઇશારા કરનાર પાકિસ્તાની હોકી ટીમના બે ખેલાડી અમજદ અલી અને મોહમ્મદ તૌસિકને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને સસ્પેન્ડ કર્યા છે. આ સિવાય ત્રીજા પાકિસ્તાની ખેલાડી શફાકત રસૂલને સત્તાવાર ઠપકો અપાયો છે.

કોઈ એક ઇતિહાસપુરુષ વિશે નવલકથા લખવા માટે કલમ ઉપાડીએ ત્યારે નજર સામે એકથી વધુ પ્રશ્નો અને પડકારો આવીને ઊભા રહી જાય છે. આ પ્રશ્નાર્થો હસે છે, ગુસ્સે થાય છે, નિરાશ થાય છે, અજંપો અનુભવે છે. તમારી કલમ અનેક વાર થોભી જાય છે.

‘ગુજરાત સમાચાર’માં તા. ૬ના 'જીવંત પંથ'માં શ્રી સી.બી. પટેલે વર્ષો પહેલાં સાંભળેલું સ્વામી શ્રી કૃપાલાનંદજીનું ભજન 'જીવનપંથ ખૂટેના... મારો'ને રજૂ કરતા બે પૂજનીય અને દીવ્ય વ્યક્તિઓની યાદોની ગલીમાં પહોંચી ગયો.

માનુનીઓને મધ્ય પ્રદેશનું નજરાણુંઃ મહેશ્વરી સાડી

મહેશ્વરી સાડી તો મોટા ભાગની બહેનો પાસે હશે, પરંતુ તમે એ જાણો છો કે આ સાડીની સૌથી પહેલી ડિઝાઇન એક સ્ત્રીએ કરી હતી? મહેશ્વરી સાડીનાં મૂળ ૧૮મી સદીમાં છે, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોર રાજ્યની શાસનધૂરા રાણી અહલ્યાબાઈ હોલકર સંભાળતાં હતાં.

આપણી બહેન દિકરીઅોને લલચાવીને કહેવાતા પ્રેમમાં પાડીને તેમનું જાતીય શોષણ કરતા કેટલાક તત્વો સામે જાગૃતી કેળવવા સ્લાઉ હિન્દુ મંદિર, કીલ ડ્રાઇવ, સ્લાઉ SL1 2XU ખાતે આગામી રવિવાર તા. ૨૧-૧૨-૧૪ના રોજ સાંજના ૫-૩૦થી રાતના ૮ દરમિયાન ખૂબજ અગત્યના જનજાગૃતી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શીખ અવેરનેસ સોસાયટીના ભાઇ મોહન સિંઘ પ્રવચન કરશે.

મહાન સંત-ભક્ત-કવિ સૂરદાસ

પ્રજ્ઞાચક્ષુ કૃષ્ણભક્ત સૂરદાસનું નામ બોલાય એટલે કૃષ્ણભક્તિનાં મધુરતમ પદોનું માધુર્ય આપણા હૃદયમાં રેલાવા લાગે. વ્રજ ભાષાના માધુર્યને હતું તેથી વધારે મધમીઠું સૂરદાસે બનાવેલું. તેમના વિશેની દંતકથાઓ પણ ભક્તિના ચરમ સ્વરૂપની ઓળખ સમી છે. એમના જીવન-કવનની વાત એટલે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ધર્મના સુવર્ણ યુગના યુગપુરુષની વાત! સૂરદાસને પુષ્ટિમાર્ગના મહાન પ્રવર્તક મહાપ્રભુ વલ્લભાચાર્યના મુખ્ય શિષ્ય તરીકે માનવામાં આવે છે.