પુસ્તક પરબ

Yes

Block: Site: Subtree Block

    માહોલ મુશાયરાનોઃ ઉર્દુ અદબનો

    વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડુક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અસરકારક રીતે ઝીલાતું આવ્યું છે.

    સૃષ્ટિના સર્જનહારોની અનોખી  અ

    ભારતીય સંસ્કૃતિમાં ઇશ્વરનું ત્રિ-વિધ રૂપ છેઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ત્રિદેવની જુદી જુદી પ્રકૃતિ હોવા છતાં આપણને એ વૈશ્વિક ઐક્યનું મહત્વ સમજાવે છે.
    સૃષ્ટિના આ સર્જનહારોનું સત અને મહાત્મ્ય ભક્તો માટે અનોખું રહ્યું છે.

    ઇકિગાઈઃ તનદુરસ્ત અને મનદુરસ્

    કોરોના મહામારીએ લોકોને તનદુરસ્તી અને મનદુરસ્તી વિશે એક નવી સમજણ અંગે જાગૃત કર્યાં છે. આવા સમયે મનમાં એવો પ્રશ્ન થાય કે સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા, પણ શું આજે એ શક્ય છે? હા. એ આજે પણ શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. આજે પણ અહીં ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું રહસ્ય? એ જાદુઈ રહસ્ય છે - ઈકિગાઈ.

    ‘અ બ્રિટિશ સબ્જેક્ટ’ઃ લોર્ડ પ

    હું ઈંગ્લિશ અને ગુજરાતી પુસ્તકો વાંચવાનો ભારે શોખ ધરાવું છું અને તેમાં પણ જીવનચરિત્રો વાંચવાનું મને ગમે છે. અસંખ્ય લોકો કોવિડ-૧૯ની ગંભીર અસરો સામે સંઘર્ષ ચલાવી રહ્યા છે તેવા ભારે ઉથલપાથલ અને પડકારજનક વર્ષ પછી એક ચોક્કસ જીવનચરિત્ર ‘A British Subject’ મારા મનમાં રણકાર પેદા કરે છે જે, આપણે આવી વિષમ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકીએ તેની કથા વર્ણવે છે. આરંભથી અંત સુધી વાંચવાનો આનંદ પ્રાપ્ત થયો હોય તેવા ઘણા ઓછાં પુસ્તકોમાં આ પુસ્તકનું સ્થાન છે.

    ધ અલીમાંગા બોય અને ગોરી રાધા...

    તાજેતરમાં જ શ્રી જશવંતભાઇ નાકરનું પુસ્તક "ધ અલીમાંગા બોય અને ગોરી રાધા" પ્રસિધ્ધ થયું. આપણે આ અંકમાં “લૂપ્ત થતી જતી લેખન કલાને પુન: જીવંત કરીએ"...વાંચ્યો હશે. એના જ અનુસંધાનમાં કહું તો આ પુસ્તકમાં પણ શ્રી જશવંતભાઇએ એમના જીવનના અતીતના સંભારણા, એની રોચક, રોમાંચક વાતો, સામાન્યમાંથી અસામાન્ય પ્રગતિના ચઢાણ વગેરે બાબતોને વાચા આપી ભાવિ પેઢી માટે કાયમી સ્મૃતિઓ એમાં સંઘરી છે. 
    ટાંગાનિકાનું ટાંગા નજીક આવેલ ગામ કોરોગોવામાં ૧૯૪૨ની ૧૩ ડીસેમ્બરે જેઠાલાલ અને કૌશલ્યાબેન નાકરના આ રસિક દિકરાએ પોતાની જીવનસફરને આ પુસ્તકમાં મઢી લીધી છે. 

    સામ પિત્રોડાનું નવું પુસ્તકઃ

    કોરોના જેવી કટોકટીમાં હાઈપર કનેક્ટિવિટીનો સદ્ઉપયોગ કરીને સમગ્ર વિશ્વ પર આવેલી આપત્તિને અવસરમાં શી રીતે પલટી શકાય. ૭૫ વર્ષ પહેલા અમેરિકન મોડલ પર રચાયેલી વૈશ્વિક સંસ્થાઓના પરિમાણોને ત્યજી નવનિર્માણ કરવાનું ઉત્તમ વિચાર બીજ આ પુસ્તકમાં રોપાયું છે.

    ડો. દિનેશ ઓ. શાહઃ વ્યક્તિ એક, પણ

    ડો. દિનેશ શાહ. નામ ભલે એક છે, પણ ઓળખ અનેક છે. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા આ દિનેશભાઇને સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો મોટા ગજાના વૈજ્ઞાનિક તરીકે ઓળખે છે, શિક્ષણ ક્ષેત્ર સાથે નાતો ધરાવતા લોકો ટોચના શિક્ષણવિદ્ તરીકે પરિચય આપે છે, સાહિત્યલેખન સાથે સંકળાયેલા સર્જકો તેમને સંવેદનશીલ કવિ ગણાવે છે, સમાજપરસ્ત લોકો તેમનો પરિચય ઉદાર સખાવતી તરીકે આપે છે, તો સ્વજનો દિનેશભાઇને નમ્ર - મિતભાષી અને પરિવારપ્રેમી વડીલ તરીકે ઓળખાવે છે.

    વોઈસીસ ફ્રોમ ગુજરાતઃ ગુજરાતની ૨૧ અગ્રણી અને પ્રતિભાશાળી નારીરત્નોની કથા

    હેમરાજ ગોયેલ ફાઉન્ડેશનના ચેરમેન અનિતા ગોયેલ MBE ની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે બુક ‘Voices From Gujarat’ હવે એમેઝોન પર પ્રાપ્ય છેઅનિતા ગોયેલ હંમેશાથી નારીશક્તિ અને તેમના અવાજની ઉજવણી વિશે ઉત્કટ ભાવના ધરાવતાં રહ્યાં છે.

    વોઈસીસ ફ્રોમ ગુજરાતઃ ગુજરાતના ૨૧ અગ્રણી અને પ્રતિભાશાળી નારીરત્નોની કથા

    હેમરાજ ગોયેલ ફાઉન્ડેશનના ચેરમેન અનિતા ગોયેલ MBE ની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે બુક ‘Voices From Gujarat’ હવે એમેઝોન પર પ્રાપ્ય છે. અનિતા ગોયેલ હંમેશાથી નારીશક્તિ અને તેમના અવાજની ઉજવણી વિશે ઉત્કટ ભાવના ધરાવતાં રહ્યાં છે.

    ‘જામ્બો, સામજી કાલા!’: ઈસ્ટ આફ્રિકામાં સફળ અને મહેનતુ ભારતીય માઈગ્રન્ટની કથા

    1890ના દાયકામાં ઈસ્ટ આફ્રિકામાં રેલવે લાઈનના બાંધકામ માટે આશરે 32,000 મજૂરો બ્રિટિશ ભારતથી લાવવામાં આવ્યા હતા. અનિશ્ચિતતાથી ભરેલી જગ્યા હોવાં છતાં, ભારતીયો નોકરી શોધવા અથવા ધંધા કરવા આ ભૂમિ તરફ આકર્ષાતા રહ્યા છે. આવા જ એક માઈગ્રન્ટ મોહનલાલ કાલા સવાણી હતા. ‘JAMBO, SAMJI KALA’ પુસ્તક મનુભાઈ સવાણીના પ્રખ્યાત બિઝનેસમેન પિતા અને ઈસ્ટ આફ્રિકામાં સફળ અને મહેનતુ ભારતીય ઈમિગ્રન્ટ અને તેમના પરિવારની કથા અને વારસા વિશે છે. સંખ્યાબંધ તસવીરો સાથે અંગત અને પારિવારિક અનુભવોનું વર્ણન કરાયું છે.