દેશવિદેશમાં બહોળો વાચક વર્ગ ધરાવતા જાણીતા લેખક શ્રી પ્રફુલ્લ કાનાબારનું તાજેતરમાં રિલીઝ થયેલું નવું પુસ્તક એટલે ‘રુક જાના નહીં...’ પ્રસ્તુત પુસ્તકમાં જીવન વિકાસલક્ષી અને મોટીવેશનલ 35 લેખોનો સંગ્રહ છે.
પુસ્તક પરબ
Block: Site: Subtree Block
‘ગુજરાતી મારી મા છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃતિ મારી દાદી છે અને રૂપાળી - દેખાવડી અંગ્રેજી મારી પાડોશી છે. હું મારી માતૃભાષા ગુજરાતી અને આપણી સંસ્કૃતિ જીવંત રહે તે માટે સતત પ્રયત્નશીલ રહું છું.’ આ શબ્દો છે કવિ - લેખક - વક્તા અને ગુજરાત સરકારના વરિષ્ઠ આઇએએસ (નિવૃત્ત) અધિકારી ભાગ્યેશ જ્હાના.
નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર શપથ લીધા તે સાથે જ ભારતીય રાજકારણમાં તેમના પગરણ થયા. ગુજરાતથી રાષ્ટ્રીય ફલક સુધી પહોંચવાની તેમની યાત્રાને આ પુસ્તકમાં વણી લેવામાં આવી છે.
જીવસટોસટના સાહસો ખેડીને અમેરિકા પહોંચેલા અને ત્યાં સંઘર્ષ વેઠીને અબજોપતિ બનેલા ગુજરાતના સાહસવીર પાટીદારોની ગાથા માઈન્ડ ટ્રેનર ડો. જિતેન્દ્ર અઢિયાએ પુસ્તક ‘પરાક્રમી પાટીદાર’માં વર્ણવી છે. આ પુસ્તકનું વિમોચન વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને જીગ્નેશ દાદાના સમાજના અગ્રણીઓની ઉપસ્થિતમાં થયું હતું. ડો. અઢિયાનું આ 111મું પુસ્તક છે.
જયશ્રી શાહ દ્વારા લિખિત “Whispers of my Heart” પ્રેરણાદાયી અને વિશેષ કાવ્યસંગ્રહ છે જે તમારી આંખોમાં વેદના અને પ્રસન્નતાના આંસુ લાવે છે પરંતુ સાથેસાથે કુદરત, બ્રહ્માંડની સફર સાથે ખિસકોલીઓ, મેઘધનુષોની શબ્દયાત્રા કરાવે છે.
દેશવિદેશમાં બહોળો વાચક વર્ગ ધરાવતા જાણીતા લેખક પ્રફુલ્લ કાનાબારનું તાજેતરમાં પ્રકાશિત થયેલું નવું પુસ્તક એટલે ‘જીના ઇસી કા નામ હૈ!’. લેખકના આ ચૌદમા પુસ્તકમાં જીવન વિકાસલક્ષી અને મોટીવેશનલ 33 લેખોનો સંગ્રહ છે. યુવાનો માટે લાઈફ ચેન્જર સાબિત થાય તેવા આ વિવિધ લેખમાં જીવન કેવી રીતે જીવવું જોઈએ એનો સ્પષ્ટ સંદેશ છે.
દેશવિદેશમાં બહોળો વાચક વર્ગ ધરાવતા જાણીતા લેખક શ્રી પ્રફુલ્લ કાનાબારનું તાજેતરમાં રિલીઝ થયેલું નવું પુસ્તક એટલે ‘હમ હોંગે કામયાબ’. પ્રસ્તુત પુસ્તકમાં જીવન વિકાસલક્ષી અને મોટીવેશનલ 32 લેખોનો સંગ્રહ છે. યુવાનો માટે લાઈફચેન્જર સાબિત થાય તેવા આ વિવિધ લેખમાં જીવન કેવી રીતે જીવવું જોઈએ એનો સ્પષ્ટ સંદેશ છે.
પ્રકાશના પર્વ દિવાળીના આગમન સાથે જ વાર્ષિક દીપાવલિ અંકો જાણે આખાં વર્ષનું ભાથું લઈને આવતા હોય તેમ પ્રગટ થતા રહે છે. વાંચનરસિકો માટે તો તે ખરેખર માનસિક આહાર બની રહે છે. અવનવા માનવીઓ, અનેક વિચારધારાઓ, સંસ્કૃતિઓ, અભ્યાસલેખો, કાવ્યો, જાણે કે ગાગરમાં સાગર સમાવ્યો હોય તે પ્રકારના દીપાવલિ અંકો જોવાં મળે છે.
પ્રસિદ્ધ ગુજરાતી કોમેડીઅન, લેખક, શિક્ષણકાર અને સામાજિક કર્મશીલ પદ્મશ્રી જગદીશ ત્રિવેદીની જીવનકથા ‘Extraordinary Story of an Ordinary Man’ નિશ્ચલ સંઘવી દ્વારા લખાઈ છે. જગદીશ ત્રિવેદી માત્ર વ્યંગ્ય કે રમૂજ માટે જ પ્રસિદ્ધ નથી. તેઓ સમાજસેવાની ઊંડી પ્રતિબદ્ધતા માટે પણ જાણીતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની ડિસેમ્બર 2023ની એડિશનમાં જગદીશભાઈના પ્રદાનની નોંધ લીધી હતી.
જાણીતા ઈતિહાસકાર, કટારલેખક, સંપાદક પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા લિખિત પુસ્તક ‘મિસાવાસીની જેલ-ડાયરી’નું તાજેતરમાં સ્પોર્ટ્સ ક્લબ ખાતે વિમોચન કરાયું હતું. આંતરિક કટોકટી અને સેન્સરશિપની અર્ધશતાબ્દિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો.
