ચર્ચાના ચોતરે

No

Block: Site: Subtree Block

    તા. ૩૧-૧-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’ના ચર્ચાના ચોતરે વિભાગમાં આવેલ વિગત માટે આપણને બધાને દુઃખ થાય તે સ્વાભાવિક છે. આ દેશમાં આવ્યા બાદ મેં ઘણા કુટુંબોમાં જોયેલ છે. છોકરાઓ મા-બાપનું દિલથી ધ્યાન રાખે છે. ઘણાં પરિવારોમાં તો દીકરાઓ અને તેનો પરિવાર ગજા ઉપરાંત મા-બાપનું ધ્યાન રાખે છે. પરિવાર હોય એટલે સમજીને રહેવું પડે અને આપણા જૂના વિચારમાં ફેરફાર કરવા પડે.

    ટેકનોલોજીનો દૂરઉપયોગ કરી લંડનગરાઓ પાસેથી લાખ્ખોની તફડંચી કરનાર એશિયન ધૂતારા ટોળકીએ લેસ્ટરને પણ છોડયુ નથી. અરૂણાબેન માલવી નામના બહેને "ગુજરાત સમાચાર"ને એમની આપવિતી જણાવતાં કહ્યું કે, “મારે ઘરે ચારેક વીક પહેલાં કોઇનો ફોન આવ્યો કે તમારા ઘરે તમારા દીકરાનું પાર્સલ આવવાનું છે એમ કહી મારા દીકરાનો મોબાઇલ ફોનનો નંબર લીધો. બીજે દિવસે મારો દીકરો સવારે કામે ગયો અને હું ચ્હા પીતી હતી. ત્યાં મારા દીકરાના મોબાઇલ પરથી કોલ આવ્યો એટલે મેં ફોન આન્સર કર્યો. ત્યાં સામેથી કોઇ બોલ્યું કે, “તારા દીકરો ફ્રોડમાં સંડોવાયો છે એટલે અમે એને પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે. એની પાસેથી ગન મળી છે. અમે એને છોડીશું નહિ.

    "મહારાણીના દેશમાં આપણને રામરાજ છે…. અહીં આપણને દર મહિને-અઠવાડિયે પેન્શન મળે છે, કોઇનું ઓશિયાળુ બનવું ના પડે…દવાખાના-દાકતરની ફી નહિ.. અને મરીએ તો ય શાંતિથી પેટીમાં સૂતાં સૂતાં લકઝરી કારમાં અંતિમયાત્રા થાય” આવું અમે કેટલાય પ્રૌઢ ભાઇ-બહેનો અથવા વૃધ્ધ વડીલોના મોંઢે સાંભળ્યું છે પણ ખરેખર આપણા નિવૃત્ત વડીલો વિસામો લેવાની વયે નિરાંતે આનંદદાયી પળો માણી શકે છે ખરા?!

    શુક્રવારની સાંજ એટલે લંડનગરાઓને નિરાંત માણવાના વીકેન્ડનો શુભારંભ. મે મહિનો એટલે ચારેકોર બ્લોસમ ખીલી મદમસ્ત વેધર. આવી વેધરમાં ક્લબ, રેસ્ટોરન્ટોમાં ખાણી-પીણી અને નાચગાનની મસ્તી માણવા યુવાહૈયા ઉત્સુક બને એ સ્વાભાવિક છે. ઓલ્ડસ્ટ્રીટ સ્ટેશન નજીક “ગુજરાત સમાચાર" કાર્યાલયના કર્મયોગા હાઉસના આસપાસનો વિસ્તાર શુક્રવારે સાંજ પડે એટલે જાણે લંડનભરના ખૂણે ખૂણેથી યુવા યુગલોની વણથંભી વણઝાર ઉભરાવા માંડે.

    તમે અત્યારે 'ગુજરાત સમાચાર' વાંચી રહ્યા છો તે કેવું હોવું જોઇએ? માત્ર 'ગુજરાત સમાચાર' જ નહિં પણ અન્ય અખબાર કે મેગેઝીન કેવા હોવા જોઇએ? શું અખબારના ધારાધોરણ, નીતિમત્તા કે સત્યતા હોવા જોઇએ કે નહિં? કદી આપે તેનો ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે ખરો? કોઇક વિચારકે કહ્યું છે કે 'તમે કદાચ બોલતી વખતે નહિં વિચારો કે શું બોલો છો, પરંતુ જો તમારે લખવું હશે તો તમારી ખુદની બુધ્ધી મુજબ જરૂર વિચાર કરશો કે શું લખવું છે. હું ચોક્કસપણે કહીશ કે તમે વિચારીને સમજીને જ લખશો. પરંતુ જો તમારે વિશાળ ફેલાવો ધરાવતા અખબારમાં લખવાનું હોય તો? અનિષ્ટ, ગેરસમજ કે અંધવિશ્વાસ ફેલાવતી જાહેરખબર છાપવાની હોય તો આખું ગામ જ નહિં આખો દેશ તે વાંચે અને તમારી કિંમત કરે.

    પત્રકારની કલમની સાર્થકતા કેવી હોવી જોઈએ - જે સત્ય લખીને માનવને જાગૃત કરી આવા પાખંડી, સાધુ, બાવા, ભૂવા, ભૂવીના બુરાઈથી જનતાને ચેતવીને બચાવે છે. જે પત્રકારની રગેરગમાં ‘સત્યમેવ જયતે’નું સૂત્ર છવાઈ ગયું હોય તે સાધારણ, ગરીબ વ્યક્તિને ધ્યાનાં લઈ અને તેઓની ખુશી માટે લખે. આ કારમી મોંઘવારીમાં વ્યાજબી દરે, સમયસર ઘરઆંગણે તેઓના અખબાર પહોંચતું કરી 'તરસ્યાને પાણી મળે' તેવા અહેવાસ કરાવીને ખુશ કરે તે પત્રકાર છે.

    હિથ્રો એરપોર્ટથી ડાયરેક્ટ ફ્

    માનનીય સી.બી. પટેલ, ‘ગુજરાત સમાચાર’ તરફથી ડાયરેક્ટ ફ્લાઇટ સંદર્ભે આવકારદાયક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે તેને અમે બધા જ હૃદયપૂર્વક આવકારીએ છીએ. અમે બધા પણ ઇચ્છીએ છીએ કે એર ઈન્ડિયા એરલાઇન્સે લંડનથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ હિથ્રો એરપોર્ટ પરથી જ શરૂ કરવી જોઇએ. 

    ઘણાં લોકો એવા હોય છે કે જેમની વૃત્તિ હરહંમેશ 'કોનું પડે અને મને જડે' તેવી હોય છે. આવા કહેવાતા અને બની બેઠેલા કહેવાતા નેતાઅો પારકા ભાણે જમી લેવાની વરવી વૃતિ ધરાવતા હોય છે. તેઅો દેખાવ તો એવો કરે કે તેઅો જ સમગ્ર જનસમુદાયનું નેતૃત્વ કરે છે. પણ પાક લણવાનો સમય આવે ત્યારે વરસાદી દેડકાની જેમ ડ્રાઉ ડ્રાઉ કરતા કુદકા મારવા લાગે છે. વાત એવી છે કે એર ઇન્ડિયા દ્વારા અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઅોને પારખી જઇને આવા કહેવાતા નેતાઅો રાતો રાત ફૂટી નીકળ્યા છે અને તેમણે કરેલી મહેનતને કારણે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થનાર છે તેવો દેખાવ કરી સફળતાનો યશ ખાટવા પ્રયત્નો કરે છે. આવા તકસાધુને તેમના જેવા થોડાક લોકો પણ મળી રહે એમાં શંકાને સ્થાન નથી.

    આપણાં 'ગુજરાત સમાચાર'માં તા.૧૦મી ઓક્ટોબરના અંકના પાના નં. ૨૯ ઉપર બહુજ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે' વાંચીને ખુબ જ આશ્ચર્ય થયું. આ દેશમાં પણ એવા લોકો છે જેમને ડગલેને પગલે 'મોટાભા' થવાની ઘેલી આદત છે. અમુક એવા લોકો જેમને ખરેખર આ દેશમાં ભાગ્યે જ કોઇ ઓળખે છે તેવા આ કહેવાતા આગેવાનોને ધોળે દિવસે અજનબી સ્વપ્નાઓ આવે છે !!

    યે તો હોના હી થા!...

    ભારત – અમેરિકા વચ્ચે થનાર ‘ટ્રેડ ડીલ’ની જાહેરાત થતાંની સાથે જ પ્રાથમિક દૃષ્ટિએ જ આ જાહેરાત ભારતના હિતવિરોધી હોઈ તેની સામે સર્વપ્રથમ ‘લાલ બત્તી’ ધરનાર વર્તમાન પત્ર માત્ર આપણું ‘ગુજરાત સમાચાર’ હોવાનું ગર્વ અનુભવીએ તે સ્વાભાવિક છે.