આશ્ચર્યજનક રીતે મુબારક રમજાન મહિનામાં ખુદાની ઈબાદત કરવાનાં બદલે લગભગ ઇસ્લામી જગત અંદરોઅંદર ખૂનની હોળી ખેલી રહ્યું છે. ત્યારે વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવાના નામે કરવામાં આવતા યુદ્ધોને જોતાં ઇસ્લામ ધર્મના પવિત્ર કુરાને શરીફની નીચેની આયાતો યાદ કરી ફિસાદ દુર થાય તેવી દુઆ કરીયે.
પવિત્ર કુરાને શરીફની સુરા(પ્રકરણ)-2ની આયત (શ્લોક) 11-12 માં જણાવેલ છે કે ‘તોફાન કરનારાઓને જયારે કહેવામાં આવે છે કે તમે જમીન ઉપર ફિસાદ કરો નહીં, ત્યારે તેઓ કહે છે કે અમે તો માત્ર સુધારો કરનારા છીએ, પણ ખરેખરી રીતે જોતાં તો તેઓ પોતે જ ફીસાદ કરનારાઓ છે અને તેમ છતાં તેઓ એ વાત જાણતા નથી.’
ચર્ચાના ચોતરે
Block: Site: Subtree Block
તા. ૯-૪-૧૬નો ‘જીવંત પંથ’ ક્રમાંક ૪૪૨ 'જાગ્યા ત્યાંથી સવાર' લેખ વાંચ્યો. હું સતયુગના સાચા શ્રવણની વાત કરું છું. શ્રવણનું ભજન તમે સાંભળ્યું હશે. તેમાં શ્રવણના પત્ની શ્રવણને કહે છે કે 'તારા મા-બાપને ચૂલામાં નાંખ. મને મારા પિયરે વળાવ.' શ્રવણની પત્ની જે કહે છે તે ૧૦૦ ટકા સાચી વાત છે. શ્રવણે લગ્ન તેની પત્નીને સુખ આપવા માટે નહોતા કર્યા પણ પોતાના આંધળા અને લૂલા-લંગડા માતા-પિતાની સેવા કરાવવા માટે કર્યા હતા. આવા સ્વાર્થી શ્રવણની વાહ વાહ ન થાય.
તા. ૩૦-૪-૧૬ના અંકમાં ગણપતભાઇ ચૌહાણ (લેસ્ટર)નો પત્ર 'ચર્ચાના ચોતરે' વિભાગમાં વાંચ્યો. વાંચીને ઘણું જ દુ:ખ થયું. ગણપતભાઇએ પોતાના પત્ર દ્વારા હિન્દુ ધર્મને ગાળો ભાંડવા સીવાય શબ્દો દ્વારા પોતાના મનની બધી જ ગંદકી ઠાલવી દીધી છે. તેમના નામ અને અટક જોતાં તેઅો મૂળ ભારતના હશે તેમ માની લઇને કેટલાક પ્રશ્નો કરવાનું મન થાય છે.

મહાત્મા ગાંધીજી કહી ગયા છે કે માનવજાતની જનનીની તમે પૂજા કરો. પણ અફસોસ, અંતરમાંથી નીકળેલી મહાત્માની આ શીખ એળે ગઈ. હવે તો કુટુંબીઓ સ્ત્રીના ગર્ભમાં સ્કેન દ્વારા દીકરી છે તેની જાણ થતાં જ લગભગ ઘણા ખરા કન્યાઓની ભ્રુણ હત્યા કરાવે છે. આવું જ ચાલુ રહેશે તો એવો વખત આવશે કે દુનિયામાં દીકરાઓ જ રહી જશે. તેઓ કોને પરણશે? કઈ રીતે વંશ વધશે?
એ તો સનાતન સત્ય છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય, વેપાર, વાણીજ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભાષા છે. આપણી યુવાન પેઢી, ચાહે તે ભારતમાં હોય કે પરદેશમાં, જો પરિપૂર્ણ વિકાસ કરવો હોય તો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું અતિ આવશ્યક છે. ફક્ત માતૃભાષા શીખવાથી ક્ષિતિજ માર્યાદીત થઇ જાય છે.
આપણામાં કહેવત છે કે ‘પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી’ આ કહેવત ઉપરથી આપણે એટલું જ શીખવાનું છે કે આપણી માતૃભાષાને હંમેશાં આગવું સ્થાન આપવું જોઈએ. પણ હું જોઉં છું કે આપણા ગુજરાતીઓ એને અનુસરતા નથી. બ્રિટનમાં પચરંગી પ્રજા વસે છે. મુસ્લિમ, પંજાબી, શ્રીલંકન, ઇઝરાયલી વગેરે. પણ આ બધી પ્રજાઓ હરહંમેશ તેમના બાળકો સાથે તેમની માતૃભાષામાં જ વાત કરે છે અને તેથી જ તેઓ ભાષાનું અસ્તિત્વ ટકી રહ્યું છે.
તા. ૩૧-૧-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’ના ચર્ચાના ચોતરે વિભાગમાં આવેલ વિગત માટે આપણને બધાને દુઃખ થાય તે સ્વાભાવિક છે. આ દેશમાં આવ્યા બાદ મેં ઘણા કુટુંબોમાં જોયેલ છે. છોકરાઓ મા-બાપનું દિલથી ધ્યાન રાખે છે.