ગમખ્વાર કાર અકસ્માતમાં કચ્છીદાતા વિશ્રામભાઇ ગોરસિયાનું કરૂણ મૃત્યુ

Wednesday 16th December 2015 11:08 EST
 

કચ્છના બળદિયાના મૂળવતની અને નોર્થવેસ્ટ લંડનના પાર્ક રોયલ ખાતે ઇમેઝીંગ ટાઇલ્સનો બીઝનેસ ધરાવતા ગોવિંદભાઇ લાલજી કેરાઇ (૫૨) , એમનાં ધર્મપત્ની કાન્તાબેન કેરાઇ, ગોવિંદભાઇના સાઢુભાઇ અનેકચ્છના બળદિયાના મૂળવતની અને નોર્થવેસ્ટ લંડનના પાર્ક રોયલ ખાતે ઇમેઝીંગ ટાઇલ્સનો બીઝનેસ ધરાવતા ગોવિંદભાઇ લાલજી કેરાઇ (૫૨) , એમનાં ધર્મપત્ની કાન્તાબેન કેરાઇ, ગોવિંદભાઇના સાઢુભાઇ અને કચ્છના ગરીબોના 'હામી' વિશ્રામભાઇ કરશન ગોરસિયા ૬૦) તથા એમનાં ધર્મપત્ની તેજબાઇ ગોરસિયા મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યે પલાંસવા ખાતે ચાલી રહેલા સ્વામિનારાયણ મંદિર મૂર્તિપ્રતિષ્ઠામાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે નવાગામ પાટિયા નજીક સામેથી પૂરપાટ ઝડપે અાવતી ટ્રક સાથે એમની કાર અથડાઇ હતી.  કચ્છના ગરીબોના 'હામી' વિશ્રામભાઇ કરશન ગોરસિયા ૬૦) તથા એમનાં ધર્મપત્ની તેજબાઇ ગોરસિયા મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યે પલાંસવા ખાતે ચાલી રહેલા સ્વામિનારાયણ મંદિર મૂર્તિપ્રતિષ્ઠામાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે નવાગામ પાટિયા નજીક સામેથી પૂરપાટ ઝડપે અાવતી ટ્રક સાથે એમની કાર અથડાઇ હતી. અા ગમખ્વાર અકસ્માતમાં કારચાલક ગોવિંદભાઇ કેરાઇને પેટમાં ગંભીર ઇજા થઇ હતી પરંતુ એમની બાજુની સીટમાં બેઠેલા એમના સાઢુભાઇ વિશ્રામભાઇ ગોરસિયાને માથા, ગળા અને ખભાના ભાગે ગંભીર ઇજાઅો થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. કારમાં પાછળ બેઠેલાં વિશ્રામભાઇનાં પત્ની તેજબાઇને હાથમાં ફ્રેકચર અને માથામાં ઇજા થઇ હતી. એમની સાથે બેઠેલાં કાન્તાબેન ગોવિંદભાઇ કેરાઇને પણ થોડી ઇજા થઇ હતી. અા ત્રણેયને સારવાર અર્થે ભૂજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે મૃતક વિશ્રામભાઇનો દેહ અમ્બ્યુલન્સ દ્વારા અંજાર લઇ જવાયા હતા. ત્યાં એમનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ સાંજે ૪.૦૦ વાગ્યે બળદિયા ખાતે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. ગરીબ દર્દીઅો માટે વિવિધ કેમ્પનું અાયોજન કરનારા વિશ્રામભાઇને સૌ "કેમ્પવાળા બાપા" તરીકે અોળખતા હતા. વિશ્રામભાઇ બળદિયાની જેસાણી હોસ્પિટલના પ્રમુખપદે હતા.

કાર અકસ્માતનો ભોગ બનેલા ગોવિંદભાઇ કેરાઇ એ પાર્ક રોયલમાં "કીંગ્સ કિચન્સ"નો ભવ્ય શો રૂમ ધરાવનાર મનુભાઇ રામજીના સાળા થાય છે. મનુભાઇએ ગુજરાત સમાચારના મેનેજીંગ એડિટર કોકિલા પટેલને અાપેલી માહિતી મુજબ, “ ગોવિંદભાઇને પેટમાં રક્તસ્ત્રાવ વધતાં મંગળવારે જ વધુ સારવાર માટે અમદાવાદની સ્ટર્લંિગ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. એમની સાથે છારોડી ગુરૂકૂળના માધવપ્રિયદાસ સ્વામી પણ ત્યાં જ છે. વિશ્રામભાઇનાં પત્ની તેજબાઇ અાઇ.સી.યુ.માં છે પણ એમની તબિયત સ્ટેબલ છે. ગોવિંદભાઇનાં પત્ની કાન્તાબેનને ગંભીર ઇજા થઇ નથી પણ તેઅો ઘેરા અાઘાતમાં છે. ગયા બુધવારે સાંજે મનુભાઇ રામજીનાં પત્ની કાન્તાબેન અને ગોવિંદભાઇની મોટી દીકરી દીપાબેન (૩૫) અમદાવાદ જવા રવાના થયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter