મુંબઇ સ્થિત એનએસઇ (નેશનલ સ્ટોક એક્સચેન્જ) ઉપર ઝાયડસ લાઇફ સાયન્સિસ લિ. (અગાઉ કેડિલા હેલ્થકેર લિ. તરીકે જાણીતી)ના લિસ્ટિંગના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે બીકેસી ખાતે બીજી મેના રોજ બેલ રિંગીંગ સેરેમની યોજાઇ હતી. આ પ્રસંગે ઝાયડસ લાઈફ સાયન્સિસના ચેરમેન પંકજ આર. પટેલને એનએસઈના એમડી - સીઈઓ આશિષકુમાર ચૌહાણે પ્રશસ્તિપત્ર એનાયત કર્યું હતું. આ પ્રસંગે કંપનીના મેને. ડિરેક્ટર ડો. શર્વિલ પટેલ, એક્ઝિ. ડિરેક્ટર ગણેશ નાયક, સીએફઓ નીતિન પારેખ સહિત વરિષ્ઠિ અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.