ઉજ્જૈનમાં હાર્દિક પટેલ પર શાહી ફેંકાઈ

Wednesday 11th April 2018 07:34 EDT
 
 

ઉજ્જૈનઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ પર સાતમી એપ્રિલે રાત્રે ઇન્દોરમાં આવેલી હોટેલ મેઘદૂતમાં મિલિંદ ગુર્જર નામના યુવકે શાહી ફેંકી હતી. જે હાર્દિક પટેલના ચહેરા અને કપડાં પર પડી હતી. એ પછી પટેલ સમર્થકો અને સલામતી દળોએ યુવકને પકડીને માર માર્યો હતો. નાનાખેડા પોલીસે યુવકની અટકાયત કરી છે. મિલિંદ પોતાને ગુર્જર સમાજના રાષ્ટ્રીય મહામંત્રી ગણાવે છે. આ ઘટના એ સમયે થઈ જ્યારે પટેલ પ્રેસ કોન્ફરન્સ માટે હોટેલ પહોંચ્યા હતા અને ભીડ વચ્ચેથી નીકળી મિલિંદે શાહી ફેંકી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter