વર્ષ 2030માં યોજનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળવા અંગે પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવા માટેની બિડ જીતી લીધી છે તેનો મને ખૂબ આનંદ છે! ભારતના લોકો અને રમતગમત સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન. આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવનાએ વૈશ્વિક રમતગમતના નકશા પર ભારતને મજબૂત સ્થાન આપ્યું છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ભારત આ ઐતિહાસિક રમતોત્સવની ઉજવણી કરવા આતુર છે.


