બે કચ્છી યુવાનોનાં મોમ્બાસાના દરિયામાં ડૂબી જવાથી મોત

Monday 04th January 2021 04:47 EST
 

ભુજ: કચ્છના માંડવીવાડી વિસ્તારના અને ધંધાર્થે નાઈરોબીમાં વસવાટ કરતા પરિવારના બે યુવાનો તાજેતરમાં મોમ્બાસાના દરિયામાં ડૂબી જતાં પરિવારમાં શોક ફેલાયો છે. કાંતિભાઈ હાલાઈ (ઉં ૩૨) અને સામજી હાલાઈ (ઉં ૪૮) તેમના પરિવાર સાથે ક્રિસમસની રજા હોવાથી મોમ્બાસાના ડીઆઈની બીચ ખાતે ફરવા ગયા હતા. બંને યુવાનો દરિયામાં નહાવા પડ્યા હતા તે સમયે જ દરિયામાં ભારે વહેણ આવતાં બંને ડૂબી ગયાં હતાં અને બંનેનાં મોત થયાં હતા. બંનેના મૃત્યુથી સામજીભાઈની ત્રણ પુત્રી અને પત્ની તથા કાંતીભાઈના બે પુત્ર અને પત્ની સહિતનો પરિવાર શોકમાં ગર્ત થયો હતો. બંનેના અપમૃત્યુથી નાઈરોબી પટેલ સમાજમાં પણ શોકનું મોજું ફેલાયું છે. કચ્છમાં પણ આ ઘટનાના સમાચાર વાયુવેગે પટેલ ચોવીસીમાં ફેલાતાં વતનમાં ગમગીની છવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter