ગુજરાત કેડરના આઇએએસ અધિકારી મુર્મુ લેફ. ગવર્નર: મુર્મુનો મોદી સાથે જૂનો નાતો

Wednesday 06th November 2019 05:23 EST
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરનાં પહેલા લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) તરીકે ગુજરાત કેડરના આઇએએસ અધિકારી ગિરીશ ચંદ્ર મુર્મુની નિયુક્તિ કરી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી અલગ કરાયેલા કેન્દ્રશાસિત લદાખ પ્રદેશનાં પહેલા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે રાધાકૃષ્ણ માથુરની નિમણુંક કરાઈ છે. બંને લેફ્ટનન્ટ ગવર્નરે ૩૧ ઓક્ટોબરે હોદ્દો અને ગુપ્તતાનાં શપથ લીધા હતા. હવે આ પ્રદેશમાં કેન્દ્રનાં કાયદા અમલી બન્યાં છે તેમ જ ત્યાંની પોલીસ પર હવે કેન્દ્ર સરકારનો અંકુશ રહેશે. કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરાયા પછી ૩ મહિનાના અંતરાલ બાદ એલજીની નિયુક્તિ કરાઈ છે. ગિરીશચંદ્ર મુર્મુ ૧૯૮૫ની બેચનાં આઇએએસ ઓફિસર છે. તેઓ ગુજરાત કેડરનાં અધિકારી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ ગુજરાતનાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કાર્યરત હતા. તેઓ કેન્દ્રના નાણાં મંત્રાલયમાં ખર્ચ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વડા પ્રધાન મોદીની અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાનાં સફળ અમલમાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી. તેમનો જન્મ ૨૧ નવેમ્બર ૧૯૫૯નાં રોજ ઓડિશામાં થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter