મુંબઈઃ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા ગુરુદાસ કામતનું ૨૨મીએ નિધન થયું છે. ૬૩ વર્ષની ઉંમરે તેમનું દિલ્હી સ્થિત હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું છે. કામત અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને કોંગ્રેસના કાર્યકારી સમિતિના સભ્ય હતા. તેઓ પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતાં. નોંધનીય છે કે, તેમણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે પણ જવાબદારી અદા કરી હતી. કામત ૨૦૦૯માં મહારાષ્ટ્રની મુંબઈ નોર્થ-વેસ્ટ બેઠક પરથી કોંગ્રેસના સાંસદ રહી ચુક્યા હતા. આ પહેલાં તેઓ વર્ષ ૧૯૮૪, ૧૯૯૧, ૧૯૯૮, ૨૦૦૪ અને ૨૦૦૯માં મુંબઈની નોર્થ ઇસ્ટ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. કામતે મુંબઈ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે પાયા ભૂમિકા અદા કરી હતી. તેઓ વ્યવસાયે વકીલ હતા.