નવી દિલ્હીઃ પ્રાણીઓના હિત માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ એનિમલ પ્રોટેકશન (ડબલ્યુએપી)એ ગુજરાતમાં વિવિધ ડેરીઓના દૂધને કારણે સુપરબગ્સનું સંકટ સર્જાઈ શકે છે એવી ચેતવણી આપી હતી. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના અભ્યાસમાં રાજ્યના શહેરી વિસ્તારોની ડેરીઓના સેમ્પલ્સમાં દૂધમાં એન્ટિબાયોટિક્સનું પ્રમાણ નિર્ધારિત પ્રમાણ કરતા વધારે હોવાનું તારણ સામે આવ્યું હતું. ડબલ્યુએપીએ આ તારણોના આધારે જણાવ્યું હતું કે એન્ટિબાયોટિક્સના વધુ પડતા પ્રમાણના કારણે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા વિકસે છે, જે માનવી અને પ્રાણીઓમાં મહત્ત્વના એન્ટિબાયોટિક્સને નબળા પાડે છે.