ચીનનું ભારતમાં લોન કૌભાંડઃ ૧૫૮ એપ બ્લોક કરવા ગૂગલને રજૂઆત

Tuesday 29th December 2020 06:24 EST
 

બેંગલુરુઃ તુરંત લોનની ખાતરી આપતી એપ્લિકેશનની તપાસ કરતા આ કૌભાંડની લિંક ચીન સાથે હોવાનું સામે આવ્યું છે. જે મોબાઇલ એપ્લિકેશનથી આ કૌભાંડ આચરાયું છે તેનું સર્વર ચીન સાથે જોડાયેલું છે. બીજી તરફ તેલંગાણા પોલીસે ગૂગલને રજૂઆત કરી છે કે તાત્કાલિક લોન કૌભાંડ સાથે સંકળાયેલી આશરે ૧૫૮ જેટલી એપ્લિકેશનને બ્લોક કરવામાં આવે. બેંગલુરુના સીઆઇડી સાયબર ક્રાઇમના એસપી એમડી શારથે કહ્યું હતું કે, જે કંપનીઓને ત્યાં દરોડા પડાયા તે ચીન સાથે સંકળાયેલી છે. જેમાં હેક્ડ્ મોબાઇલ ડેટાનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે કેટલાક મોબાઇલ યુઝર્સે એવી ફરિયાદ કરી હતી કે તેમણે તાત્કાલિક લોન માટેની એપ્લિકેશનની મદદ લીધી હતી. જોકે એવામાં તેમના મોબાઇલના અનેક ડેટાની ચોરી થઇ ગઇ છે. આરોપીઓએ બાદમાં ગ્રાહકોને અનેક પ્રકારની ધાકધમકીઓ અને રેપની ધમકીઓ પણ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter