નવી દિલ્હીમાં સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશની ટોચની ફાર્મા કંપની ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ પટેલને વેપારઉદ્યોગ ક્ષેત્રે અનુકરણીય અને પ્રશંસનીય પ્રદાન બદલ પ્રતિષ્ઠાવંત પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા હતા.