આફ્રિકામાં સ્થાનિકના મોતથી લોકો ભડક્યાઃ ગુજરાતીઓ પર હિંસક હુમલા

Wednesday 29th June 2016 08:13 EDT
 
 

ભરૂચઃ દક્ષિણ આફ્રિકાના જીયાની શહેરમાં વસતાં ભરૂચ જિલ્લાનાં બિનનિવાસી ભારતીયોને ત્યાં છેતરપિંડી કરવાનાં ઈરાદે આવેલા એક સ્થાનિક સ્વબચાવમાં હત્યા થઈ હતી અને અન્ય એકને ઇજા પહોંચતા ટાઉનમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
એક સ્થાનિકના મોતથી ભડકેલા ટોળા દ્વારા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારોને નિશાન બનાવી તેમની માલ મિલકતોની તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. આ હિંસક ઘટનાને પગલે ભરૂચ જિલ્લામાં વસતા સ્વજનોમાં ચિંતાની લાગણી પ્રવર્તી ગઈ છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દક્ષિણ આફ્રિકામાં જીયાની ટાઉનમાં રહેતા ભરૂચ જિલ્લાના એક વતનીને ત્યાં ત્રણ જેટલા બ્લેક લોકો છેતરપિંડી કરતાં ઝડપાઈ ગયા હતા.
સ્વજનોના જીવ પડીકે બંધાયા
આફ્રિકાના જીયાનીમાં ગુજરાતીઓ પર થઈ રહેલા હિંસક હુમલાઓનાં પગલે ભરૂચ જિલ્લામાં વસતા તેમા સ્વજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ
છે. સ્વજનો જીયાની ટાઉનમાં વસતા તેમના પરિવારજનોની સલામતી અંગેના અહેવાલો મેળવી રહ્યાં છે.
અહેમદ પટેલને રજૂઆત
દક્ષિણ આફ્રિકાના જીયાની શહેરમાં દિન પ્રતિદિન વણસી રહેલી અને બેકાબૂ બની રહેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે તેવી લાગણી ભરૂચ જિલ્લાના સ્થાનિક આગેવાનો દ્વારા અહેમદ પટેલને રજૂ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter