અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિંતનપ્રવાહમાંથી તૈયાર કરવામાં આવેલા પુસ્તક ‘ડો.બાબાસાહેબ આંબેડકર: વ્યક્તિ નહીં, સંકલ્પ'નું વિમોચન આગામી ૧૪મી એપ્રિલે ડો. આંબેડકર જયંતીના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુના હસ્તે કરાશે.
સંવેદના પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું સંપાદન કિશોર મકવાણાએ કર્યું છે. ડો. આંબેડકરના જીવનવિચાર અને એમના ઉદ્દેશને સમજવામાં ઉપયોગી આ પુસ્તકમાં વડા પ્રધાન મોદીએ ડો.આંબેડકરના સમગ્ર જીવનદર્શનને વ્યક્ત કર્યું છે. શિક્ષણ, વિદેશનીતિ, કૃષિ, મજદૂર, ઉદ્યોગનીતિ તેમજ આર્થિક બાબતો અંગેના બાબાસાહેબના વિચારો આજેય એટલા જ પ્રસ્તુત હોવાનું સુંદર પ્રિન્ટિંગ, ઉત્કૃષ્ટ કાગળ અને કલરફુલ ફોટોગ્રાફ્સ સાથેના આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીએ પોતાના વિચારો દ્વારા ખૂબ વિશદ રીતે સમજાવ્યું છે.