અમદાવાદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદમાં ‘ભારતના સર્વાંગી વિકાસ માટેની જાહેર નીતિઓ' નામે નવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેએસડબલ્યુ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસી દ્વારા આ કોર્સ શરૂ કરાયો છે. આ કોર્સના ૨૨ વ્યાખ્યાન પૈકી ૧૨ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આપશે.
જેએસડબ્યુ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીના ચેરમેન પ્રો. વિજય શેરી ચંદ અને પ્રો. અનિલ ગુપ્તા બાકીના વ્યાખ્યાન આપશે. આ કોર્સમાં સર્વાંગી વિકાસની કલ્પના અને અપેક્ષા તેમજ ભારતની લોકશાહી પદ્ધતિના સંબંધો વિશે ચર્ચા થશે. પ્રણવ મુખરજીએ અનેક જાહેરનીતિઓના ઘડતરમાં અગત્યની ભૂમિકા નિભાવી છે. તેથી વિદ્યાર્થીઓ પાસે તેમના બહોળા અનુભવ અને અધિકૃત માહિતીમાંથી ઘણુ શીખવાની આ તક છે. પ્રણવ મુખરજી સામાજિક આર્થિક સર્વાગી નીતિઓની જોગવાઇઓ અને તેનો અમલ, ભારતના ભવિષ્યમાં પરિવર્તન લાવવા માટે શૈક્ષણિક નીતિમાં યોગ્ય અમલ જેવા વિષયો પર વક્તવ્ય આપશે.

