જમ્મુઃ જમ્મુ નજીક આવેલા આર્મી કેમ્પમાંથી ૧૨મી ઓક્ટોબરે શંકાસ્પદ ગોળીબારમાં ગુજરાતના જવાન જિતેન્દ્ર અહોજાનું મૃત્યુ થયું હતું. જિતેન્દ્ર અમદાવાદના કૃષ્ણનગરના વતની છે. સૈન્યના જણાવ્યા પ્રમાણે નગરોટા બેલ્ટ કેમ્પમાં ૧૨ ઓક્ટોબરે અહોજાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ અધિકારીઓ દોડી આવ્યા હતા, જ્યાં ઘાયલ અહોજા અને બાજુમાં એકે ૫૬ ગન મળી આવ્યા હતા. અહોજાને તત્કાળ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. અધિકારીઓ મૃત્યુનું કારણ આત્મહત્યા માને છે. જોકે આ અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.


