શ્રીનગરઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેશ કળથિયાનું મોત થયું છે. જ્યારે ભાવનગરના વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને હાથમાં ગોળી વાગતાં સારવાર હેઠળ ખસેડાયા છે. મોરારિબાપુની કથા સાંભળવા માટે ભાવનગરથી 20 લોકોનું ગ્રૂપ ગયું હતું, જેમાંથી 3 લોકો મંગળવાર મોડી સાંજ સુધી લાપતા છે. આ પરિવારના મોભી વિનુભાઈને ગોળી વાગી છે. જોકે પરિવારના 16 જેટલા લોકો સુરક્ષિત છે. આ ઘટના પછી મોરારિબાપુએ રામકથાને ટૂંકાવી દીધી છે અને વિરામ આપ્યો છે. આ સિવાય માતા કાજલબહેન, પિતા યતીષભાઈ અને પુત્ર સ્મિત પરમાર એમ આખો પરિવાર હજુ પણ લાપતા છે. ભાવનગરના વિનોદ ભટ્ટ, માનિક પટેલ, રીના પાંડે ઇજાગ્રસ્તોમાં સામેલ છે.