વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડના પ્રમુખ પદે મેહુલ શાહ

Saturday 29th August 2026 05:36 EDT
 
 

અમદાવાદઃ ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે. સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસમાં હાજરી આપનારા 20 વૈશ્વિક હીરા બજારોના હોદ્દેદારોએ નવા પદાધિકારીઓની પસંદગી કરવા માટે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે મેહુલ શાહને હીરા, રત્નો અને ઝવેરાત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ અને પ્રશંસનીય યોગદાન બદલ લેજેન્ડ ઓફ ધ ઇન્ડસ્ટ્રી એવોર્ડથી નવાજ્યા હતા. મેહુલ શાહે આ એવોર્ડ ભારતના કારીગરોને સમર્પિત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter