હિમાચલ પ્રદેશમાં નવમી નવેમ્બરે ચૂંટણી થશેઃ ૧૮ ડિસેમ્બરે પરિણામ

Friday 13th October 2017 11:59 EDT
 

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ રાજ્ય વિધાનસભાની ૬૮ બેઠકો માટે ૯ નવેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ હતી. એક જ તબક્કામાં યોજાનાર મતદાન પછી ૧૮ ડિસેમ્બરે મતની ગણતરી હાથ ધરાશે અને પરિણામો જાહેર કરાશે. રાજ્ય વિધાનસભાની તમામ ૬૮ બેઠકો માટે દેશમાં પહેલી વાર વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આખા રાજ્યમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ૨૦૧૨ની ચૂંટમી જીત્યા પછી હાલ ત્યાં કોંગ્રેસની સરકાર સત્તા પર છે. આ વખતની ચૂંટણીમાં દરેક ઉમેદવાર રૂ. ૨૮ લાખનો ખર્ચ કરી શકશે. પંચે કહ્યું હતું કે હિમાચાલના પરિણામોની ગુજરાતની ચૂંટણી પર અસર ન પડે તે માટે હિમાચલની મતગણતરી ૧૮ ડિસેમ્બરનાં રોજ રાખવામાં આવી છે. પંચે કહ્યું હતું કે ૧૮ ડિસેમ્બર પહેલાં ગુજરાતમાં પણ ચૂંટણી યોજાશે પણ તારીખોની જાહેરાત પછીથી કરાશે.

બનાસકાઠાંમાં પુનઃસ્થાપન માટે સમયની માગ

હિમાચલ પ્રદેશ વિધાનસભાની મુદત તો છેક ફેબ્રુઆરી ૨૦૧૮માં અને ગુજરાત વિધાનસભાની ટર્મ જાન્યુઆરી ૨૦૧૮માં પૂર્ણ થાય છે તો પછી આ બંને રાજ્યમાં સાથે ચૂંટણી કેમ જાહેર કરવામાં આવી નહીં? તેવા સવાલના જવાબમાં મુખ્ય ચૂંટણીપંચે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં બરફવર્ષા થાય છે આથી મતદાન ૯મી નવેમ્બરે નિયત કરાયું છે જ્યારે ગુજરાત સરકારે બનાસકાંઠા પૂરપ્રકોપ પછી પુનઃસ્થાપન માટે સમય માગ્યો હોવાથી આ બંને રાજ્યોમાં સાથે ચૂંટણીની જાહેરાત થઈ શકી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter